કાલોલના સફાઈ કામદારના દિકરીનું જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે બહુમાન

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં સફાઈકર્મીઓના સંતાનો પૈકી રાજ્યભરમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો

જિલ્લા સેવાસદન-ગોધરા ખાતે આજે કલેક્ટરશ્રી અમિત અરોરાના હસ્તે કાલોલના સુશ્રી ભાવિકાબેન અમિતભાઈ સોલંકીનું ધોરણ-12માં ઉત્કૃષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન બદલ પ્રશસ્તિપત્ર તેમજ રૂ.11,000/-નો ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું. ભાવિકાબેન સોલંકીએ વર્ષ 2020માં સામાન્ય પ્રવાહની ધોરણ-12ની પરીક્ષામાં અનુકરણીય પ્રદર્શન કરતા સફાઈ કામદારોના બાળકો પૈકી સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. તેમણે 79.73 ટકા ગુણ પ્રાપ્ત કર્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ આ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવતા તેમને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ આપી હતી. જિલ્લા સમાહર્તાશ્રીએ આ તેજસ્વી દિકરી સાથે પ્રોત્સાહક સંવાદ કરવા સાથે બે પુસ્તકો પણ ભેટ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સફાઈ કામદારોના બાળકો અને તેઓના આશ્રિતોના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી ધોરણ-10 અને ધોરણ-12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષામાં સફાઈ કામદારોના બાળકો પૈકી સમગ્ર રાજ્યમાં 1 થી 3 ક્રમ મેળવતા બાળકોને પ્રોત્સાહનરૂપે રોકડ રકમઅને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here