સાંસદ મનસુખભાઈ વસાવાએ રેલ્વેના પશ્રોની કરી ધારદાર રજુઆત

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર સાથે યોજાઇ વેસ્ટર્ન રેલ્વે હેઠળ આવતા સાંસદ સભ્યોની વર્ચ્યુઅલ મિટીંગ

નર્મદા ભરુચ જીલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાએ વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર સાથે યોજાયેલ વર્ચ્યુઅલ મિટીંગમા પોતાના મત વિસ્તારમાં રેલ્વેના પશ્રો અંગે ધારદાર રજુઆત કરી હતી.

વેસ્ટર્ન રેલ્વે દ્વારા દર વર્ષે રેલ્વે જનરલ મેનેજરની સાથે વેસ્ટર્ન રેલ્વેના નેજા હેઠળ આવતા લોકસભાના સંસદ સભ્યો સાથે તેમના ક્ષેત્રને લગતા રેલ્વેના પ્રશ્નોની ચર્ચા અલગ અલગ જગ્યાએ થતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇ વેસ્ટર્ન રેલવે દ્વારા જનરલ મેનેજરશ્રી આલોક કંસલ દ્વારા વડોદરા મંડળના કાર્યક્ષેત્રમાં આવતા લોકસભાના સંસદસભ્ય મંડળની સમિતિની સાથે આજ રોજ તારીખ 16 -12 -20 બુધવાર ના રોજ વર્ચ્યુઅલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેસ્ટર્ન રેલવેની વર્ચ્યુઅલ મિટિંગમાં વેસ્ટર્ન રેલ્વે સંબંધિત વિવિધ પ્રશ્નો માટે કે જે મુસાફરો ના હિતમાં હોય એવા પશ્રો ની અસરકારક રજુઆત કરવામાં આવી હોવાનું સાંસદ મનસુખભાઈ વસાવા એ જણાવ્યું હતું.

આ વેસ્ટર્ન રેલ્વેની વર્ચ્યુઅલ મિટિંગમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મારુતિ સિંહ અટોદરિયા, ZRUCC મેમ્બર શ્રી જીતેન્દ્રસિંહ રાજપુત તથા યુવા ભાજપ મહામંત્રી ઋષભ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here