નર્મદા જીલ્લા SOG પોલીસે ગાંજા અફીણનો વેપલો કરતા ઇસમને ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

પોલીસે ઝડપેલા સાગબારા ના ઇસમ પાસે થી એક કિલો ગાંજો 460 ગ્રામ અફીણ ના પોષ ડોડા સહિત નો રુપિયા 17630 નો મુદ્દામાલ જપ્ત

આરોપી સામે નારકોટીક્સ ની ધારા મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાઇ

ગુજરાત રાજ્ય મા નશાખોરી ના પ્રમાણ મા વધારો થયો હોય અવારનવાર નશા ના બંધાણીઓ ઝડપાતાં તેમજ રાષ્ટ્રિય કક્ષા એ પણ બોલીવુડ સહિત રમતગમત ના ક્ષેત્રે પણ અનેક નામી અનામી લોકો ના કિસ્સા પ્રકાશ મા આવતા ગુજરાત પોલીસ મહાનિરદેશક CID ક્રાઇમ દ્વારા નારકોટીક્સ ના કેસો શોધી કાઢવા અને નશાની સામાજિક બધી ને અંકુશમાં લાવવા બંધ કરાવવા ની સુચના અને માર્ગ દર્શન વડોદરા ના રેન્જ આઇ જી હરિકૃષ્ણ પટેલ સહિત નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ને આપતા નર્મદા જીલ્લા SOG પોલીસે સાગબારા ના ઇસમ ને ગાંજા સહિત અફીણ ના પોષ ડોડા સાથે ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર નર્મદા જીલ્લા SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ટી. જાટ સહિત ના સ્ટાફ ને બાતમી મળેલ હતી કે સાગબારા ખાતે ગાંજા નો વેપલો કરી રહયો છે જેથી પોલીસે ચોકઠું ગોઠવી સાગબારા ના જંગલ ફળીયા માં રહેતા જાવેદખાન ઉસ્માનગની પઠાણ નાઓને તેના કબજા ભોગવટા મા રાખેલા 1 કિલો 575 ગ્રામ વનસ્પતિ જન્ય ગાંજા તેમજ અફીણ ના પોષ 460 ગ્રામ ડોડા સહિત ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી ને ઝડપી તેની પાસે થી રુપિયા 17630 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સામે નારકોટીક્સ ની ધારા મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરીહતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here