ડભોઇ : માન્ય વડાપ્રધાનનો જન્મદિવસ ઉજવવા રંગોળી સ્પર્ધાનું આયોજન…

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોળી સ્પર્ધા યોજાશે

રાજ્યના 590 જગ્યા પર 51 હજારથી પણ વધુ સ્થાનો પર વિવિધ થીમ પર રંગોળી સ્પર્ધા યોજાશે.
ગુજરાત રાજ્ય યુવક બોર્ડના ગુજરાતના કોડીનેટર શ્રી કૌશલભાઈ દવે એક અખબારી યાદીમાં જણાવે છે કે આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે રાજ્યના 590 સ્થાનો પર 51 હજારથી વધુ યુવાનો રંગોળી સ્પર્ધામાં ભાગ લેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં તાલુકા, નગરપાલિકા અને મહાનગરના વોર્ડમાં વિવિધ થીમ પર સ્પર્ધા યોજાશે. જેમાં વડોદરા જિલ્લા ના 8 તાલુકા અને 4 નગરપાલિકા વિસ્તાર માં આ કાર્યક્રમ થવા જય રહ્યો છે.જેમાં 500જેટલી રગોળી નું આયોજન કરવામાં આવ્યું છે.3000થી વધુ લોકો ભાગ લેશે.
જેમાં રંગોળીના મુખ્ય વિષય આઈએનએસ વિક્રાંત, વંદે ભારત ટ્રેન, રામ મંદિર, 370 ની કલમ, સીએએ, સ્વચ્છતા અભિયાન, ઉજ્વલા યોજના, મોદી વર્લ્ડ લીડર, કોરોના વેક્સિન, સર્જીકલ સ્ટ્રાઈક, વગેરે વિષયો ઉપર થવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here