સરકારી યોજનામાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગ કરી પથ્થર તોડતા એક ઈસમને નર્મદા SOG પોલીસે ઝડપી પાડ્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

તાપી કરજણ પાર લિંક પાણીના પાઇપ લાઇન ની યોજના ના કામ મા ગેરકાયદેસર વિસ્ફોટકોનો ઉપયોગ !!!! જવાબદાર કોણ???

ગેરકાયદેસર બ્લાસ્ટીંગ ના કામમાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની કોઈ જવાબદારી ખરી કે નહીં???

નર્મદા જિલ્લામાં સરકારી યોજનાઓના કામકાજોમાં ગેરરીતિઓ થવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે અને પ્રકાશમાં પણ આવતા હોય છે, ત્યારે સરકારી યોજના ની કામગીરીમાં પથ્થરો તોડવા માટે બ્લાસ્ટિંગનો ગેરકાયદેસર નો ઉપયોગ થતો હોવાનો એક કિસ્સો નર્મદા જિલ્લા SOG પોલીસે ઝડપી પાડી એક ઈસમ ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સુત્રો માંથી મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા વાણી દુધાત ની સૂચના અને માર્ગદર્શનથી નર્મદા SOG પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ગોહિલ તેમજ તેમના સ્ટાફને બાતમી મળેલ હતી કે ડેડીયાપાડા તાલુકાના ચિકદા ગામ પાસે બની રહેલ તાપી કરજણ પાર લિંક પાણીના પાઇપ લાઈન ની કામગીરી દરમિયાન ભારે વિસ્ફોટક પદાર્થો વાપરીને પથ્થરો તોડવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર બ્લાસ્ટિનગ ચાલી રહ્યું છે , આ બાતમી ના આધારે એસ ઓ જી પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા વિસ્ફોટક પદાર્થો થી પથ્થરો તોડવામાં આવી રહ્યા હોવાનો બહાર આવ્યો હતો. એસ.ઓ.જી પોલીસે બલાસ્ટીંગ ની કામગીરી સાથે સંકળાયેલા આરોપી મનીષ અમૃતભાઈ ગામીત રહેવાસી પાટલ , સામર ફળિયુ , તાલુકો માંડવી, જિલ્લો સુરત નાને ઝડપી પાડ્યો હતો

પોલીસે ઝડપી પાડેલા આરોપી પાસેથી જીલેટીન સ્ટીક નંગ 121 , ઈલેક્ટ્રીક ડીટોનેટેડ નંગ 3 મોબાઈલ નંબર એક વાયર નો બંડલ, ટ્રેક્ટર કમ્પ્રેસર સહિતનો રૂપિયા 107890 નો મુદ્દા માલ પણ મળી આવતા પોલીસે આ મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ ઝડપાયેલા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી અને આ એક્સપ્પ્લોસિવ નો માલ આપનાર અને મોકલનાર ઈસમોને પણ પોલીસે ઝડપી પાડવા મ તેઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પ્રકરણમાં સવાલ એ ઉભો થાય છે કે સરકારી યોજના ના કામકાજમાં શું સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ઉપર કોઈ જાતની દેખરેખ રાખતા નથી?? અને આ પ્રકરણમાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ની કોઈ જવાબદારી છે કે નહી ??? શું તેઓની સામે કોઈ પગલા ભરાશે ખરા ???!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here