શ્રી અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના તત્કાલીના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓને નાણાંકીય ઉચાપત માટે નોકરીમાંથી ડિસમીસ કરાયા

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ વ્યવસ્થાપક કમિટીનો નિર્ણયઃ રૂ. ૨.૧૮ કરોડની ઉચાપત કરનાર ત્રણ કર્મચારીઓ બરતરફ

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી સંચાલિત શ્રી અંબાજી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અંબાજીના સને.૨૦૦૮-૦૯ના નાણાંકીય વર્ષના હિસાબોનું ઓડીટ દેવસ્થાન ટ્રસ્ટના ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી વિર્ક એચ.પી.સિંધ એન્ડ કુાં. અમદાવાદ દ્વારા કરતાં ર્ડા. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એજયુકેશન સેન્ટરના હિસાબોમાં ગંભીર પ્રકારની નાણાંકીય અનિયમિતતા જણાઈ આવેલ હતી. તથા કોલેજના હિસાબોનું સ્પે.ઓડીટ કરાવતાં કોલેજના યુ.જી.સી. તથા સરકારશ્રી તરફથી ફાળવવામાં આવતી ગ્રાન્ટની રકમ તથા અન્ય પ્રકારે બેંકોમાં છ બોગસ ખાતાં ખોલાવી રૂ. ૨,૧૮,૫૬,૦૦૦/-ની નાણાંકીય ઉચાપત થયેલ જણાઈ આવેલ હતી.
આ માટે ર્ડા. મોદનાથ વી. મિશ્રા તત્કાલિન પ્રિન્સીપાલ, દિનેશ એમ. ઉપાધ્યાય તત્કાલિન હેડકલાર્ક તથા બી. જે. તેરમા તત્કાલિન સિનીયર કારકુન જવાબદાર જણાતાં તેમની સામે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેઓને નોકરીમાંથી ફરજ મોકુફ કરવામાં આવ્યા હતાં. આ ત્રણેય આક્ષેપિતો સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી અને ખાતાકીય તપાસના અંતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યસ્થાને યોજાયેલ દેવસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થાપક કમિટીમાં લીધેલ નિર્ણય મુજબ તા.૧૧/૦૫/૨૦૨૧ના હુકમથી ર્ડા. મોદનાથ વી. મિશ્રા, દિનેશ એમ. ઉપાધ્યાય અને બી. જે. તેરમાને તેમની નોકરીમાંથી બરતરફી (ડિસમીસ) કરવામાં આવ્યાં છે અને તે હુકમની બજવણી પણ કરવામાં આવી છે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી એસ. જે. ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here