સફાયર પબ્લિક સ્કૂલ બોડેલીમાં વિધાર્થીઓનો સન્ન્માન સમારોહ યોજાયો

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

બોડેલી ખાતે આવેલી સફાયર પબ્લિક સ્કૂલમાં ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2021-22 દરમિયાન ઓનલાઇન તથા ઓફલાઇન ચાલતી શાળામાં વિધાર્થીઓ ધ્વારા વિવિધ પ્રવૃતિઓ, સહભાષિક સ્પર્ધાઓ નું આયોજન થયેલ હતું. જેમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિધાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં થઈ 320 જેટલા પ્રમાણપત્ર આપવામાં આવ્યા. અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ છ જેટલા વિવિધ નુત્ય રજૂ કર્યા હતા. ગુજરાતી માધ્યમમાથી પણ ભગવાન ક્રુષ્ણના જીવન આધારિત નુત્ય પ્રદર્શિત કરવામાં આવ્યું. વિધાર્થીઓ સાથે વાલીઓને શાળા તરફથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમા શાળાના આચાર્યશ્રી દુબી ગુરુ (અંગ્રેજી માધ્યમ ) આચાર્યશ્રી હિતેશ પરમાર (ગુજરાતી માધ્યમ ) ધ્વારા વિધાર્થીઓને આવનાર ભવિષ્યમા ખૂબ સારી પ્રગતિ કરે તેવા આશીર્વચનો પાઠવવામા આવ્યા. આ કાર્યક્રમમા વાલીઓએ ખૂબ સારો સહકાર આપ્યો અને શાળા પ્રત્યેની પોતાની અભિવ્યક્તિઓ રજૂ કરી શાળાની કામગીરી બિરદાવી હતી. શાળાના શિક્ષક ગણ ધ્વારા જે વર્ષ દરમિયાન વિધાર્થીઓને શિક્ષણકાર્ય સિવાય જે સહભ્યાસિક પ્રવૃતિઓ કરાવી તે બદલ શિક્ષકગણનો પણ આભાર માનવામાં આવ્યો. આમ, સફાયર પબ્લિક સ્કૂલ ધ્વારા વિધાર્થીઓને સનન્માનિત કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here