સંખેડાના ટીંબાના ગ્રામજનો દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આત્મવિલોપનનો પ્રયાસ… પોલીસે તમામની અટકાયત કરી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબા ગામના ૨૫થી વધુ ગ્રામજનો પોતાના વ્યથા લઈ આજરોજ છોટાઉદેપુર જીલ્લા સેવા સદન ખાતે આવ્યા હતા જેમાં એક યુવાન દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવા પ્રયાસ કરતાં પોલીસે તમામની અટકાયત કરી હતી ટીબા ના આ ગ્રામજનોની તાલુકા મથકે પોતાની વાત ન સાંભળતા તેઓ જિલ્લા સેવા સદન ખાતે પોતાના થયેલા અન્યાય માટે રજૂઆત કરવા આવ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી ટીંબા ખાતે રહી બકરા પશુઓ ઉછેરીને તેમનું ગુજરાન ચલાવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામની ૫૦૦ એકર જેટલી અન્ય લોકોએ ગૌચર જમીન પડાવી લેતા તેઓના ઢોર બકરાને ભૂખે મરવાનો વારો આવ્યો છે અને સરકારી દુકાનો દ્વારા તેમની પાસે એકથી વધુ અંગુઠા લઇ તેમના ભાગનું અનાજ સગેવગે કરી દઈ તેઓને અનાજનો જથ્થો પણ આપવામાં આવતું નથી આ બાબતે અગાઉ અનેક રજૂઆત કરી હતી પણ અમારી રજૂઆત ન સાંભળતા તેઓ આજરોજ જિલ્લા સેવા સદન ખાતે ન્યાયની માગણી કરી સૂત્રોચાર કર્યા હતા જિલ્લા સેવા સદન પટાંગણ મા ભરત ભાઈ વિઠ્ઠલભાઈ તડવી ગ્રામજનપોતાના શરીર ઉપર કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો ગ્રામજનોએ આ બાબતે આજ નિવાસી અધિક કલેકટર ને આવેદન આપી રજૂઆત કરી હતી અને અમારી માંગણી નહીં સંતોષાય તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી ક્યારે નિવાસી અધિક કલેકટર દ્વારા આ બાબતે ઘટતું કરવા ખાતરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here