ગોધરા ખાતે ગણોશોત્સવના પાંચમા દિવસે શ્રીજીને ઉત્સાહ અને ઉમંગભેર ભાવભીની વિદાય આપવામાં આવી…

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

ગોધરા ખાતે ગણોશોત્સવના પાંચમા દિવસે શ્રીજીને ભાવભીની વિદાય આપવાની પરંપરા મુજબ આજે ઉત્સાહ અને ઉમગભેર વિસર્જનનો આરંભ થઇ ગયો હતો.સમગ્ર ગોધરામાં વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવેલા દોઢસો ઉપરાંતની પ્રતિમાઓ સાથે પાંચસો જેટલા નાના-મોટા ગણેશજીની આજે બપોર બાદ વિશ્વકર્મા ચોકથી સવારીઓ શરૂ થઇ ગઇ ગતી. જેમાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા. યાત્રા પટેલવગા, પોલનબજાર, સ્ટેશન રોડ, થઇને રામસાગર તળાવ પહોચવા આવી હતી. લગભગ સાડા ત્રણ કિલોમીટરના યાત્રાના રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. વહીવટી તંત્રની વ્યવસ્થા વચ્ચે રામસાગર તળાવ પર આજે મોડી રાત સુધી વિસર્જન ચાલુ રહેશે.કાયદો અને વ્યવસ્થાને અનુલક્ષીને પોલીસ દ્વારા ઠેર ઠેર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here