સંખેડા તાલુકામાં ખેતી માટે આઠ કલાક પણ વીજળી ના મળતા ભાજપના આગેવાનો સાથે ખેડૂતોનો મોરચો…

સંખેડા, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

સંખેડા ખાતે એમજીવીસીએલ દ્વારા વસવારે ખેડૂતોને આઠ કલાક વીજળી નહીં મળતા ખેડૂતોમા રોષ જોવા મળ્યું હતો માછીપુરા આખા ખેડા આંબાપુરા ની ધોળી ફીડરમાંથી સમયસર જે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને આઠ કલાક વીજળી મળશે તે વીજળી ના મળતા સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય દેસાઇ ઉપપ્રમુખ જીતુભાઈ માછી ખેતી બેન્કના પ્રમુખ પૃથ્વીરાજ માત્રોજા અને પ્રભાતભાઇ માછી તેમજ ૫૦થી ૬૦ ખેડૂતો નું ટોળું એમજીવીસીએલ પર ધસી આવ્યું હતું માછીપુરા વડેલી માછલી આંબાપુરા વગેરે ગામના ખેડૂતોને આઠ કલાક વીજળી ન મળતાં ખેડૂતો રોષે ભરાયા હતા અને ખેડૂતો દ્વારા એમ.જી.વી.સી.એલના અધિકારીને કહેવામાં આવ્યું હતું કે બે દિવસમાં ૮ કલાકની પૂરતી વીજળી નહીં મળે તો હતું મોટું ટોળું ભેગું થઈને ઉચ્ચકક્ષાએ રજૂઆત કરીશું ખેડૂતોનું કહેવું છે કે માંડ માંડ ચારથી પાંચ કલાક લાઈટ મળે છે આઠ કલાકના સરકાર નું વચન સુરસુરીયુ જોવા મળ્યું છે ડબલ એન્જિનની સરકારના તંત્રના અંધેર વહીવટ જોવા મળ્યા છે ખેડૂતોનો દાવો છે કે શંકરસિંહ વાઘેલા ના રાજમાં ૧૬ કલાક વીજળી મળતી હતી અને કેશુભાઈ ના રાજ માં ૧૪ કલાક વીજળી મળતી હતી અને આજે ડબલ એન્જિન સરકારમાં માંડ માંડ ચારથી પાંચ કલાક વીજળી મળે છે માટે સંખેડા તાલુકાના આજુબાજુ વિસ્તારના ખેડૂતો ટાઈમસર વિજળી પુર્તી મળે તેવી માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here