શહેરા : શ્રીમતી એસ. જે. દવે હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓના આવકાર સહિત માસ્કનું વિતરણ કરાયું

ઇમરાન પઠાણ, શહેરા(પંચમહાલ)

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે શ્રીમતી એસ.જે.દવે હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓએ અભ્યાસની શરુઆત કરી હતી.વિદ્યાર્થીઓને આવકાર બાદ તેમને માસ્ક સહિતનુ વિતરણ કરવામા આવ્યુ હતુ. કોરોના મહામારીના કારણે આશરે નવ માસ સુધી શાળાઓ બંધ રહ્યા બાદ ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે પૂરતી તકેદારીઓ સાથે શાળાઓનો ફરી પ્રારંભ થયો હતો.

પંચમહાલ જીલ્લામાં શાળાઓ શરૂ કરવામા આવી છે.શહેરા ખાતે આવેલી શ્રીમતી એસજે.દવે હાઇસ્કુલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ વિદ્યાર્થીઓને આવકાર આપવા હાજર રહ્યા હતા.શાળાપરિવાર વતી તેમનુ ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ,ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે વિદ્યાર્થીઓને માસ્કનો ઉપયોગ કરવા તેમજ સામજીક અંતર જાળવી રાખવા સહિતના સુચનો કરેલ હતા.અગાઉ સેનીટાઇઝેશન, સફાઈ સહિતની તકેદારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વર્ગખંડમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેની ખાસ તકેદારી રાખવામાં આવ્યા બાદ તેમજ વિદ્યાર્થીઓને પણ આ બાબતે જાગૃત કર્યા બાદ સરકારની માર્ગદર્શિકા અનુસાર શાળામાં વિદ્યાર્થીઓ માસ્ક સહિતની તકેદારીઓનું પાલન સાથે શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામા આવેલ હતો.શાળાના આર્ચાય,શિક્ષણાધિકારી સહિત શાળાના સ્ટાફ પરિવાર હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here