છોટાઉદેપુર જિલ્લામાં મેઘમહેર થતા ખેડૂતો ખુશખુશાલ જિલ્લામાં 32 મીમી વરસાદ નોંધાયો

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર તાલુકામાં તા. 7 ના રોજ બપોરના 12 કલાકથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી પાડી હતી. અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. સતત બે કલાક વરસાદ વરસતા 25 મીમી જેટલો વરસાદ છોટાઉદેપુર તાલુકામાં નોંધાયો હતો. ખેતીમાટે વરસાદની જરૂર હોય ખેડૂતો દ્વારા વરસાદની રાહ જોવાતી હતી અને આકસ્મિક વરસાદ શરૂ થઈ જતા ખેડૂતોના મારે ખુશીની લાગણી ફેલાઈ હતી આકાશમાંથી જાણે સોનુ વર્ષયું હોય તેમ ખેડૂતો જણાવતા હતા અને સમગ્ર છોટાઉદેપુર પંથકમાં ઠંડક પ્રસરી હતી
છોટાઉદેપુર જિલ્લાના છેલ્લા ઘણા દિવસથી ભારે ગરમી અને ઉપરાતનો અનુભવ પ્રજાને થતો હતો પરંતુ તારીખ 7ના રોજ બપોરે 12 કલાકે ઉત્તર દિશા તરફથી કાળા ડિબાંગ વાદળોની ફોજ છોટાઉદેપુર તરફ આકાશમાં જોવા મળી હતી અને બપોરના 12 કલાકે અચાનક વરસાદ ની શરૂઆત થઈ હતી ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ હતી જ્યારે ખેતરોમાં મકાઈ, તુવેર, ડાંગર,અડદ, તુવેર, જેવા પાકોને છેલ્લા ઘણા સમયથી પાણીની જરૂર હોય તેથી વરસાદ થતાં જીવન દાન મળ્યું હતું સાથે સાથે સમગ્ર પંથકમાં ભારે ઉકળાટ અને ગરમીથી પ્રજાને રાહત થઈ હતી જિલ્લામાં અસહ્ય તાપ અને ગરમી નો માહોલ હોય પરંતુ એકાએક તારીખ 7 અને 8 ના રોજ ચોમાસુ માહોલ સર્જાયો હતો
છોટાઉદેપુર જિલ્લાના છો તાલુકાઓમાં તારીખ 7 અને 8 ના રોજ વરસાદી માહોલ જોવા મળ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ છોટાઉદેપુર તાલુકામાં બે દિવસમાં 32 મી.મી, જેતપુર પાવી તાલુકામાં 7 મીમી, સંખેડા તાલુકામાં 11 મીમી, નસવાડી તાલુકામાં 5 મીમી, બોડેલી તાલુકામાં 8 મીમી, અને કવાંટ તાલુકામાં 18 મીમી વરસાદ તા 8 બપોરના 12 કલાક સુધીમાં નોધાયો હતો.

સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસ્યા બાદ જીવાતોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે નાની-નાની જીવાતો વરસાદ વરસ્યા બાદ ઘરોમાં ઘૂસી જાય છે મચ્છર તથા નાની નાની જીવાત ને કારણે પ્રજાત્રાહિમામ પોકારી ઊઠી છે મચ્છર ના પણ ગણગણાટને કારણે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારની પ્રજા રાત્રિના સુઈ શકતી નથી જ્યારે શહેરમાં પણ મચ્છરોના ત્રાસથી અને જીવાતોના ત્રાસથી રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે વરસાદ બંધ થતા ની સાથે મચ્છર તથા જીવાતો નો ઉપદ્રવ સમગ્ર નગરમાં ઘરો તથા દુકાનોમાં જોવા મળે છે જેના કારણે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગ થવાની પણ શક્યતાઓ રહેલી છે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં તથા નગરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે અને પ્રજાના સ્વાસ્થ્ય માટે ચિંતા કરવામાં આવે તેવી પ્રબળ માં પ્રજાની ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here