શહેરામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ભાજપનો જયજયકાર

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

જિલ્લા પંચાયતની તમામ સાત બેઠકો જીતી ભાજપે ક્લીન સ્વિપ મેળવી

તાલુકા પંચાયત ૩૦ બેઠકોમાંથી ૨૮ બેઠકો પર ભાજપનો દબદબો સ્થાયી રહ્યો

જોકે ભાજપના ગઢ ગણાતાં મંગલીયાણા બેઠક પરથી અપક્ષે જીત મેળવી તો કોંગ્રેસે પોતાની વાડી બેઠક પરથી જીતની પરંપરા જાળવી રાખી

શહેરા તાલુકામાં સમાવેશ થતી જિલ્લા પંચાયતની ૭ બેઠકોમાંથી ૩ બેઠકો અને ૩૦ પૈકી ૧૧ બેઠકો બિનહરીફ થઈ હતી, ત્યારે બાકી રહેલા તાલુકા પંચાયતની ૧૯ અને જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે ગત ૨૮મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણીઓ યોજાઈ ગઈ હતી, યોજાયેલી ચૂંટણીના પરિણામો મંગળવારના રોજ શહેરામાં આવેલી મોડેલ સ્કૂલ કાંકરી ખાતે સવારથી જ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી સાથે જ સોશિયલ ડિસ્ટન્સની પણ જાળવણી રાખવામાં આવી હતી, મતગણતરી સમયે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પોતાની જીતની આશા સાથે પોતાના સમર્થકો સાથે મતગણતરી સ્થળે ઉમટી પડયા હતા. બપોર સુધી ચાલેલી મતગણતરીના અંતે તાલુકા પંચાયતની ૧૯ બેઠકોમાંથી ૧૭ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો હતો અને ૧ બેઠક પર અપક્ષ જ્યારે ૧ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી હતી. ભાજપ સમર્થકોએ પોતાના ઉમેદવારની જીત થતાં ફૂલહાર પહેરાવી તેઓની જીતના વધામણાં કર્યા હતા અને દરેક વિજેતા ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં વિજય સરઘસ કાઢી લોકઅભિવાદન કર્યું હતું.આમ જિલ્લા પંચાયત અને તાલુકાની મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી.

શહેરા તાલુકા પંચાયતની બેઠકોની યાદી

અણીયાદ-૧ બેઠક…
ભાજપ – રજનીષાબેન ધમેન્દ્રસિંહ રાઠોડ- બિનહરીફ

બલુજીના મુવાડા-૨ બેઠક….
ભાજપ -અર્જુનભાઈ લક્ષ્મણભાઇ બારિયા – ૨૫૬૮ મત – જીત
કોંગ્રેસ- લાલાભાઈ ગલાભાઈ પગી – ૬૧૫ મત – હાર

ભુરખલ -૩ બેઠક….
ભાજપ- રામસિંહ શંકરભાઈ પરમાર – ૨૭૦૫ મત – જીત
કોંગ્રેસ-કમલેશભાઈ રાવજીભાઇ પરમાર – ૧૮૬૧ મત – હાર

બોડીદ્રાખુર્દ -૪ બેઠક….
ભાજપ – કપિલાબેન રાજેશભાઈ બારીયા – બિનહરીફ

બોરીયા -૫ બેઠક….
ભાજપ – ભાવનાબેન જશવંતભાઈ પગી – બિનહરીફ

દલવાડા – ૬ બેઠક….
ભાજપ – ઈન્દીરાબેન ગણપતસિંહ પટેલ- બિનહરીફ

ડેમલી-૭ બેઠક….
ભાજપ – અસ્મિતાબેન હસમુખભાઈ પરમાર – ૪૦૪૧ મત  – જીત
કોંગ્રેસ-આરતીબેન ગણપતસિંહ હરીજન – ૧૬૫ મત – હાર

ધામણોદ- ૮‌ બેઠક….
ભાજપ- સંગીતાબેન ઉદેસિંહ માલીવાડ – ૨૫૬૫ મત – જીત
કોંગ્રેસ- રમીલાબેન પ્રવીણસિંહ બારીઆ – ૧૦૧૮ મત – હાર

ધાંધલપુર- ૯‌ બેઠક….
ભાજપ- બારીયા બીજલભાઈ ખાતુભાઈ-૨૧૪૦ મત – જીત
કોંગ્રેસ-ગુલાબસિહ પ્રભાતસિંહ પગી-૧૦૪૯ મત – હાર
 

ધારાપુર-૧૦ બેઠક….
ભાજપ – ભારતસિંહ પ્રભાતસિંહ સોલંકી – ૨૨૮૬ મત – જીત
કોંગ્રેસ-પ્રવિણસિંહ ગીરવતસિંહ સોલંકી – ૧૦૫૩ મત – હાર

ગાંગડીયા- ૧૧ બેઠક….
ભાજપ – ખાટ વિક્રમભાઈ છગનભાઈ – ૨૧૦૩ મત – જીત
કોંગ્રેસ – કિશોરભાઈ ગુલાબભાઈ પગી – ૧૭૪ મત – હાર
અપક્ષ-બારિયા દિનેશભાઈ બળવંતભાઈ – ૧૨૨ મત – હાર
અપક્ષ -પટેલીયા કિશનકુમાર નરવતસિહભાઈ – ૧૦૮૨ મત -હાર

ગુણેલી -૧૨ બેઠક….
ભાજપ-જશવંતસિંહ મોહનસિંહ જાદવ – ૩૪૩૯ મત – જીત
કોંગ્રેસ -ભારતસિંહ અભેસિંહ બારીયા – ૫૪૬ મત – હાર

ખાંડીયા- ૧૩ બેઠક….
ભાજપ -ચાવડા સજ્જનસિહ ભૂપતસિંહ – ૨૨૭૨ મત – જીત
કોંગ્રેસ -ભૂપતસિંહ સાલમસિંહ પરમાર – ૪૧૫ મત – હાર
અપક્ષ -મકવાણા કિરણસિંહ રૂધનાથસિહ – ૯૭૯ મત – હાર
અપક્ષ-નરવતસિહ સુરસિંહ બારીયા – ૧૯૪ મત – હાર

ખટકપૂર-૧૪ બેઠક….
ભાજપ – ભુરીબેન લક્ષ્મણભાઈ નાયકા – બિનહરીફ

ખોજલવાસા-૧૫….
ભાજપ – પ્રદિપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ- બિનહરીફ

મંગલીયાણા-૧૬ બેઠક….
ભાજપ -જશવંતસિંહ મગનભાઈ બારીયા – ૧૪૨૬ મત – હાર
કોંગ્રેસ -પટેલ જયદીપસિંહ આરતસિંહ – ૪૧૬ મત – હાર
અપક્ષ-રોહિતકુમાર બળવંતસિંહ પગી – ૧૬૭૫ મત – જીત

માતરિયા વ્યાસ-૧૭ બેઠક….
ભાજપ -દશરથસિંહ હરેસિંહ વણઝારા- બિનહરીફ

નાડા-૧૮ બેઠક…
ભાજપ-રયજીભાઈ કાનાભાઈ નાયકા – ૨૦૯૩ મત- જીત  
કોંગ્રેસ-રમણભાઈ ફતાભાઈ નાયકા – ૧૧૦૬ મત – હાર

નાંદરવા -૧૯ બેઠક…
ભાજપ-નાયકા વાઘાભાઈ મગનભાઈ – ૨૭૪૯ મત – જીત  
કોંગ્રેસ-ચતુરભાઈ જેસીંગભાઇ નાયકા – ૯૧ મત – હાર

નરસાણા -૨૦ બેઠક…
ભાજપ -લીલાબેન રમેશભાઇ પરમાર – ૨૮૦૮ મત – જીત
કોંગ્રેસ -ગજરાબેન નટવરભાઈ ચૌહાણ – ૫૦૦ મત – હાર

પાદરડી-૨૧
ભાજપ – રેખાબેન ક્રિપાલસિંહ માલીવાડ- બિનહરીફ

સાદરા- ૨૨ બેઠક…
ભાજપ-બારીયા સુમિત્રાબેન દિલીપસિંહ – ૩૦૬૯ મત – જીત
કોંગ્રેસ-આનંદીબેન ગુણવંતભાઈ બારીયા – ૯૫૬ મત – હાર

સાજીવાવ-૨૩ બેઠક….
ભાજપ- નાયકા સૂર્યાબેન સંજયકુમાર – ૨૪૫૫ – જીત
કોંગ્રેસ- શીતાબેન જયદીપસિંહ બામણીયા – ૬૭૦ – હાર

શેખપૂર-૨૪ બેઠક
ભાજપ – ચંદુભાઈ ભયજીભાઈ નાયકા- બિનહરીફ

સુરેલી-૨૫ બેઠક…
ભાજપ-કપિલાબેન મુકેશભાઈ પટેલ – ૧૮૦૭ મત – જીત
કોંગ્રેસ-રેવાભાઇ કોયાભાઈ પટેલ – ૭૫૯ મત – હાર

તાડવા- ૨૬ બેઠક
ભાજપ – પુંજીબેન હાજાભાઈ ચારણ – બિનહરીફ

તરસંગ ૨૭ બેઠક….
ભાજપ-લીલાબેન નટવરભાઈ બારીયા – ૨૦૯૯ મત – જીત
કોંગ્રેસ-જલ્પાબેન અરવિંદસિંહ સોલંકી – ૧૮૧૧ મત – હાર

વાડી-૨૯ બેઠક….
ભાજપ-રાજેન્દ્રસિંહ વનરાજસિંહ સોલંકી – ૨૦૧૯ મત – હાર
કોંગ્રેસ-જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી – ૨૨૧૯ મત – જીત

વાઘજીપુર-૩૦ બેઠક….
ભાજપ-બારીયા ઉમેદસિહ લક્ષ્મણસિંહ – ૨૨૧૯ મત – જીત
કોંગ્રેસ -અરૂણકુમાર અભેસિંહ બારીયા – ૩૯૮ મત – હાર  
અપક્ષ- ચૌહાણ પ્રફુલચંદ્ર જુવાનસિંહ: ૬૫૫

શહેરા જીલ્લા પંચાયત બેઠકોની યાદી

(શહેરા : જીલ્લા પંચાયત બોરીયા-૫ બેઠક)

ભાજપ-રમીલાબેન જશવંતસિંહ પગી -૧૦૫૩૦ મત – જીત
કોંગ્રેસ- મીનાબેન જયેશભાઈ બારીયા:૧૬૯૮ મત – હાર

શહેરા : જીલ્લા પંચાયત ધામણોદ-૭ બેઠક

ભાજપ- દુધાભાઈ ભવાનસિંહ બારીઆ – ૧૦૫૫૦ મત – જીત
કોંગ્રેસ- રતનસિંહ વહાલસિહ બારીઆ.- ૨૪૬૮ મત – હાર

શહેરા : જીલ્લા પંચાયત સુરેલી-૩૧ બેઠક

ભાજપ – કિરણસિંહ સોમસિંહ બારીઆ – ૧૩૬૪૧ મત – જીત
કોંગ્રેસ-આરતસિંહ પુનાભાઈ પટેલ-૨૫૪૧ મત – હાર

શહેરા : જીલ્લા પંચાયત વાડી-૩૪ બેઠક

ભાજપ-લીલાબેન દીલીપસિંહ સોલંકી – ૯૭૮૪ મત – જીત
કોંગ્રેસ-કીરણબેન જશવંતસિંહ સોલંકી – ૭૯૨૫ હાર

શહેરા : જિલ્લા પંચાયત અણીયાદ-૩ બેઠક

વીનુભાઈ અમરાભાઈ નાયક – બિનહરીફ – ભાજપ

શહેરા : જિલ્લા પંચાયત નાંદરવા-૨૧ બેઠક

દિલીપસિંહ અરવિંદસિંહ સોલંકી – બિનહરીફ – ભાજપ

શહેરા : જિલ્લા પંચાયત દલવાડા-૬ બેઠક

ભારતીબેન ભૂપતસિંહ પટેલ- બિનહરીફ – ભાજપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here