શહેરા તાલુકાની વાડી તાલુકાપંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને લેન્ડ ગ્રેબિંગ ગુનાના આરોપીની જીત થતાં તેઓના સમર્થકો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ

જોકે ગઈ કાલે કોંગ્રેસના ઉમેદવારને LCB પોલીસે પકડી પાડતા હાલ વિજેતા ઉમેદવાર પોલીસ ગિરફ્તમાં…

શહેરા તાલુકાના વલ્લવપુર ગામે જશવંતસિંહ બળવંતસિંહ સોલંકી ઉર્ફે જે.બી. એ કોંગ્રેસમાંથી વાડી તાલુકા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી,અને કોંગ્રેસમાંથી જશવંતસિંહ બળવંતસિંહ સોલંકીએ ફોર્મ ભર્યું હતું તે દિવસે તેમના પર ગામમાં આવેલ જમીન પચાવી પાડવાને લઈને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. ચૂંટણી લડવા છતાં તેઓની વિરૂદ્ધ ગુનો નોંધાતા તેઓ પ્રચારની સાથેસાથે પોતાનો મત પણ નાખી શક્યા ન હતા. ત્યારે વાડી તાલુકા બેઠકના મતવિસ્તારના મતદારોએ કોંગ્રેસના ઉમેદવાર પર વિશ્વાસ મૂકીને તેમને સારા એવા મતોથી વિજય બનાવતા ભાજપના યુવા ઉમેદવાર રાજેન્દ્રસિંહ વનરાજસિંહ સોલંકીની હાર થઈ હતી. જોકે લેન્ડ ગ્રેબિંગ એક્ટના ગુનામાં વિજેતા ઉમેદવાર જે.બી.સોલંકીને ગઈ કાલે પંચમહાલ એલ.સી.બી. દ્વારા પોલીસે પકડી પાડવામાં આવતા તેઓ હાલ પોલીસ ગિરફ્તમાં હોવાથી વિજય થયેલા કોંગ્રેસના ઉમેદવારના સમર્થકોએ વિજય સરઘસ કાઢી વિજયનો જશન મનાવી ખુશી વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here