શહેરા તાલુકામાં મતદાન સુધારણા કાર્યક્રમ 2020-21 અભિયાનની શરૂઆત…

ઇમરાન પઠાણ,શહેરા

શહેરા તાલુકાના નાયબ કલેકટર અને પ્રાંત અધિકારી માનનીય જય બારોટ સાહેબ અને મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માનનીય મેહુલ ભરવાડ સાહેબના દ્વારા નિયમિત બુથ લેવલે મોનીટરીંગ અને માર્ગદર્શન હેઠળ શહેરા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં દર રવિવારે સેક્ટર ઓફિસરની દેખરેખ હેઠળ બુથ લેવલ ઓફિસર દ્વારા મતદાન સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક શાળામાં સવારે ૧૦.૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી રોકાઈને ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનું નામ નમૂના – ૬ માં નોંધવા, મતદાર યાદીમાં કોઈ નામ સામે વાંધો લેવાનો હોય તો તે નામ માટે અથવા મતદાર યાદીમાંથી નામ રદ કરવા નમૂના – ૭ અને મતદાર યાદીમાં પોતાનું નામ અન્ય વિગતો સુધારવા નમૂના – ૮, અને એક જ વિધાનસભા મતવિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે નમૂના નંબર – ૮ (ક) માં અરજી કરવી. વગેરે કામગીરી શહેરા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તારીખ ૨૨, ૨૯ નવેમ્બર અને ૦૬, ૧૩ ડિસેમ્બર (રવિવારે) ખાસ ઝુંબેશના દિવસોમાં આપના વિસ્તારના મતદાર મથક ખાતે બુથ લેવલ ઓફિસર મારફત મતદાર યાદીમાં નામ નોંધવવા, રદ કરવા, કોઈ નામ સામે વાંધો લેવા અને નામ તથા અન્ય વિગતો સુધારવા નમૂના – ૬, ૭, ૮ અને ૮ (ક) નો ઉપયોગ અરજી કરી તેજ દિવસે પરત આપવા વગેરે કામગીરી હાથ ધરવામાં આવી છે. બી.આર.સી.કો.ઓર્ડીનેટર શહેરા ડૉ. કલ્પેશ આર.પરમારે પોતાની નૈતિક ફરજ સમજી પટિયા પ્રાથમિક શાળામાં મુલાકાત લઈ આ મતદાર સુધારણા ઝુંબેશમાં સહભાગી થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here