પંચમહાલ જિલ્લામાં જીલ્લા કક્ષાના યુવા ઉત્સવ ઓનલાઈન સ્પર્ધા વર્ષ ૨૦૨૧-૨૨ નું આયોજન

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી યુથબોર્ડ શાખા દ્વારા તથા જીલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષ ઓનલાઈન વિવિધ સ્પર્ધાઓનું આયોજન થનાર છે. જેમાં લોક નૃત્ય, લોકગીત, એકાંકી, શાસ્ત્રીય કંઠય સંગીત, કર્નાટકી સંગીત, સિતાર,વાસળી,તબલા,વીણા,મુદગમ,હાર્મોનિયમ(હળવું),ગિટાર,શાસ્ત્રીય નૃત્ય – ભારતનાટ્યમ,શાસ્ત્રીય નૃત્ય મણિપુરી,શાસ્ત્રીય નૃત્ય–ઓડીસી,શાસ્ત્રીય નૃત્ય – કથ્થક, શાસ્ત્રીય નૃત્ય – કુચીપુડી,શીધ્ર વકૃત્વ (હિન્દી / અંગ્રેજી) જેવી સ્પર્ધાની ડેટ એન્ડ ટાઈમ દર્શાવતી વિડ્યો કલીપ સીડી માં તૈયાર કરી તા.૨૦/૦૯/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન ભાગ -૨, પ્રથમ માળ, રૂમ નં.૩૫, ગોધરા જી.પંચમહાલ ખાતે મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે રાજેશ પારગી (પ્રાંત યુવા વિકાસ અધિકારી)– ૬૩૫૩૯૩૫૬૫૭ નો સમ્પર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા યુવા અધિકારીશ્રી ગોધરા- પંચમહાલનીએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here