શહેરા તાલુકાના સગરાડા ગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડતી શહેરા પોલીસ

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના સગરાડા ગામના નાયક ફડિયામાં રહેતા નરવત ઉર્ફે નટુભાઈ બાબુભાઈ બારીઆ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખી ધંધો કરતો હોવાની બાતમી શહેરા પોલીસને મળતા શહેરા પોલીસે સગરાડા ગામે રહેતા નરવત ઉર્ફે નટુભાઈ બારીઆના રહેણાંક મકાનમાં રેડ કરતા ૨૬૫ નંગ વિદેશી દારૂનીબોટલો મળી આવી હતી જેની કિંમત રૂ.૨૬,૫૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર નરવત ઉર્ફે નટુભાઈ બારીઆને ઝડપી પાડી તેની પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો હોંસેલાવ ચોકડી ઉપર રહેતો ભુપતભાઈ બળવંતભાઈ બારીઆ આપી ગયો હોવાનું બહાર આવતાં શહેરા પોલીસે નરવત ઉર્ફે નટુભાઈ બારીઆ તેમજ ભુપતભાઈ બળવંતભાઈ બારીઆ બંને સામે પ્રોહીએક્ટ મુજબનો ગુનો નોંધી ભુપતભાઈ બળવંતભાઈ બારીઆને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here