નર્મદા ઉદ્યોગ કેન્દ્ર મેનેજરની ગેરહાજરીથી બન્યુ શોભાના ગાંઠિયા સમાન

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ભરુચ જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરને નર્મદાનો વધારોનો ચાર્જ સોંપાતા 15 દિવસની રજા ઉપર

આદિજાતિ વસ્તી ધરાવતા નધણિયાતા જીલ્લા મા મહત્વ ની કચેરીઓ ઇનચાર્જ અધિકારીઓ ના હવાલે કેટલો સમય ચાલસે ??

ઇન્ચાર્જ મેનેજર બીજા ને ચાર્જ સોંપતા ગયા પણ નિર્ણાયક સત્તા ના અભાવે લોન સહાય મેળવવા આવનાર લાભાર્થીઓની કફોડી હાલત

નર્મદા જીલ્લા ની સરકારી કચેરીઓ અધિકારીઓ ના અભાવે શોભા ના ગાંઠિયા સમાન બની રહી છે, ધણી મહત્વ ની કચેરીઓ ઇનચાર્જ અધિકારી ઓ ના ભરોસે ચાલતાં આદિવાસી બહુમતી ધરાવતા નર્મદા જીલ્લા ના આદિજાતિ ઓ ને કચેરીના કામકાજ અર્થે ભારે મુશીબતો ઉઠાવવી પડતી હોય છે કામો મા ભારે વિલંબ થતા સરકારી તંત્ર સહિત નર્મદા જીલ્લા ના રાજકિય આગેવાનો સામે લોકો મા ભારે રોષ અને નારાજગી જોવા મળી રહી છે.

નર્મદા જીલ્લા ની એક મહત્વની કચેરી ની વાત કરીએ તો નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર આ કચેરી દવારા લોકો ને નાણાંકીય લોન સહાય મેળવવા માટે ની ભલામણો કરવાની મહત્વ ની કામગીરી કરવામાં આવતી હોય છે, તયારે આ કચેરી રામભરોસે જ ધણા લાંબા સમયથી ચાલી રહી છે , કચેરીમાં મેનેજર ની અતિ મહત્વની ગણાતી પોસ્ટ લાંબા સમયથી ખાલી હતી જે ભરુચ ના જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના મેનેજર ને નર્મદા જીલ્લા નો વધારાનો ચાર્જ આપી ને જેમ તેમ કરી ને ગાડુ ગબડાવવામાં આવી રહયુ છે તયારે ઇનચાર્જ મેનેજર 15 દિવસ ની રજા ઉપર ચાલી નીકળતા તેની સીધી અસર કચેરી ના કામકાજ ઉપર થઇ છે, મેનેજર રજા પર જતા રહ્યા એતો ઠીક છે પરંતુ ઇનચાર્જ મેનેજર હોય ને ચાર્જ સોપવામાં આવ્યો છે જેથી તેઓ કોઈ જ નિર્ણય જ લેતા નથી !!
અરજદારો ની વિવિધ ધંધાકીય , ઔદ્યોગીક લોન પેપર નો નિકાલ જ આવતો નથી . ભરુચ ના રેગ્યુલર અને નર્મદા ના ઇનચાર્જ મેનેજર શોભા ના ગાંઠિયા સમાન બની ગયા હોવાનું લોકો મા ચર્ચાસ્પદ બનેલ છે.

જીલ્લા સંકલન ની બેઠકો મળે છે , જીલ્લા મા ધિરાણો ના પ્રમાણ ને વધારવા ની સરકાર ની સુચના અને માર્ગદર્શન છતાં મહત્વ ની કડી ગણાતા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના મેનેજર ની જ ભુમીકા જીલ્લા મા અદા ન થતી હોય તો અરજદારો ને ધિરાણ કયાંથી મળવાનું ??

કોરોના ની મહામારી મા લોકો ના ધંધા રોજગાર ખોરવાયા છે લોકો ને પગભર કરવા સરકાર ની લોનો આપવાની સુચના ભલામણો નુ ખુલ્લેઆમ નર્મદા જીલ્લા મા હનન થઇ રહયો છે આ બાબતે પ્રજા એ જેઓને ચૂંટી ને લોકપ્રતિનિધિ બનાવયા છે એવા સાંસદ , ધારાસભ્યો આ બાબતે પ્રજા નો અવાજ ઉઠાવે અને નર્મદા જીલ્લા મા ઉધોગ કેન્દ્રના માધ્યમ થી થતી કામગીરી સુનિશ્રિત કરે એ ખુબજ જરુરી છે.

નર્મદા જીલ્લા કલેક્ટર નર્મદા જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર ના મેનેજર ની ખાલી જગ્યા ભરવા માટે સરકાર પાસે યોગ્ય વિભાગ મા રજુઆત કરી માંગણી કરે એ પણ જરૂરી છે. શું આ દિશામાં અધિકારી અને પદાધિકારી કોઈ નકકર અભિગમ અપનાવી લોકો ને પડતી તકલીફો દુર કરસે ખરા ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here