શહેરા તાલુકાના ઉજળા ગામે જિલ્લા પંચાયત ખાતેથી તપાસ ટીમ આવતાં ખડભડાટ

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

શહેરા તાલુકાના વિરોધ પક્ષ નેતા જે.બી. સોલંકી દ્વારા ઉજડા ગામ પંચાયત ખાતે નરેગાના કામો થયેલા ભ્રષ્ટાચારને લઈ એક લેખિત અરજી આપવામાં આવી હતી જેમાં શહેરા તાલુકા પંચાયતના નરેગા આસિસ્ટન્ટ વકૅસ મેનેજર મંનરેગા શાખા ના આર.કે બારીયા તથા ચાર કર્મચારી દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં જે.બી સોલંકી ની અરજીનું કોઈ પણ પ્રકારનું સમર્થન મળતું ન હોવાને ખુલાસો આપવામાં આવ્યો હતો અને જે.બી સોલંકી દ્વારા જે કામોની અરજી કરવામાં આવી હતી તે સરકારશ્રીના ગાઈડ લાઈન મુજબ થયેલ છે જેથી જે.બી સોલંકી દ્વારા શહેરા તાલુકા પંચાયત ખાતેથી કરવામાં આવેલ અહેવાલથી ના ખુશ થઈ જિલ્લા પંચાયત ખાતે એક અરજી કરી આત્મમિલપનની ચીમકી આપવામાં આવી હતી જેમાં ગઈ 21 તારીખના રોજ જિલ્લા પંચાયત ખાતેથી એક ટીમ મોકલવામાં આવી હતી અને તેઓ દ્વારા મનરેગાના કામોનું નિરીક્ષણ કરતા તેઓ દ્વારા સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી હાલ પૂરતા તો તેઓ દ્વારા સ્થળ પર તપાસ કરી ગયા હોવાનું જાણાઈ રહ્યું છે અને તેઓ દ્વારા આ કામોના કેટલા પૈસા ચૂકવાયા અને કેટલું મટેરિયલ બિલ ચુકવાયું તેની તપાસ કરી અહેવાલ તૈયાર કરવામાં આવશે હાલ ઉજડા ગામમાં લોકોમાં એક ચર્ચાઓ થઈ રહી છે કે જે બી સોલંકી દ્વારા કરવામાં આવેલ અરજી નો શહેરા તાલુકા પંચાયતના મનરેગા શાખા દ્વારા ખોટો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે અને ઘણા અહેવાલ એવા સ્થળ પર તો કામ થયેલ જ નથી તો આ હાલ હવે તે જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયત શાખા દ્વારા તપાસની ટીમ દ્વારા શું સાચો અહેવાલ તૈયાર કરવામાં આવશે કે કેમ અને જો તેઓ દ્વારા આ સ્થળ પર કામ થયું હોવાનું જાહેર કરવામાં આવશે તો શું શહેરા તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ વર્ક્સ મેનેજર મનરેગા શાખા આર કે બારીયા દ્વારા તૈયાર કરવામાં આવેલો અહેવાલ ખોટો હશે અને ખોટો થશે તો શું આ પાંચ જેટલા કર્મચારીઓ દ્વારા આ અહેવાલની સ્થળ પર ચકાસણી કર્યા વગર જ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હશે કે શું તો પછી આવા કર્મચારીઓ વિરુદ્ધ શું કડક પગલાં લેવામાં આવશે કે કેમ તેવા પ્રશ્નો અહીં ઊભા થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here