ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા પાન ઈન્ડીયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઇન’નાં માધ્યમથી કાનૂની જાગૃતિનો ભગીરથ પ્રયાસ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

કાનૂની જાગૃતિ માટે ડોર ટુ ડોર કેમ્પેઈન, મેગા લીગલ સર્વિસીસ કેમ્પ, એક્ઝીબીશન, રેલી, સ્ટોલ ઉપરાંત વિવિધ માધ્યમોનો ઉપયોગ

અભિયાન અંતર્ગત ર.૨૧ કરોડ લાભાર્થીઓનો સંપર્ક કરી મફત અને સક્ષમ કાનૂની સહાય ઉપલબ્ધ કરાવાઈ

૧૧,૪૧૩ કાનૂની શિક્ષણ શિબિરો, ૭૦૩ લીગલ એઈડ ક્લીનીકનું આયોજન કરવામાં આવ્યું

દેશની આઝાદીનાં ૭૫મા વર્ષની ઉજવણીનાં ભાગરૂપે દેશમાં ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના નામદાર ન્યાયમુર્તિશ્રી તથા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ,(નાલસા) નવી દિલ્હીના એકઝીકયુટીવ ચેરમેનશ્રી યુ.યુ. લલિતના નેજા હેઠળ સમગ્ર દેશમાં છેવાડાના માનવી સુધી કાનૂની જાગૃતતા આવે અને લોકોને નિઃશુલ્ક અને અસરકારક કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતાની માહિતી પહોંચે તે માટે ૪૪ દિવસનું ‘પાન ઇન્ડિયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઈન’ હાથ ધરવામાં આવ્યું છે.
આગામી તા.૧૪ નવેમ્બર સુધી ચાલનારા ‘પાન ઇન્ડિયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઈન’ અંતર્ગત ગુજરાત રાજયમાં આવેલ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના પેટ્રન ઈન ચીફ તથા માનનીય મુખ્ય ન્યાયમુર્તિશ્રી અરવિંદકુમાર તથા ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ન્યાયમુર્તિશ્રી આર.એમ. છાયા તથા ગુજરાત હાઇકોર્ટે કાનૂની સેવા સમિતિના ચેરમેન ન્યાયમુર્તિ સુ.શ્રી સોનીયાબેન ગોકાણીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પેઈન સમગ્ર ગુજરાત રાજય અને ખાસ કરીને દરેક ગામમાં જે તે જિલ્લાના જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ તથા જે તે તાલુકાની તાલુકા સેવા સમિતિઓ મારફતે હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજયના તમામ જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનાં પેનલ એડવોકેટ, પેરા લીગલ વોલિન્ટીયર્સ, લો સ્ટુડન્સ તથા અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ મારફતે આ અંગે ગામે ગામ ડોર ટુ ડોર કેમ્પેઈન મોબાઈલ વાન મારફતે હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ કેમ્પેઇન દ્વારા મફત કાનૂની સહાય અને સલાહની ઉપલબ્ધતા બાબતે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તદ્ઉપરાંત સામાન્ય લોકોને સ્પર્શતા કાયદાકીય પ્રશ્નો અંગે કાનૂની શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પેઈનનો ઉદ્દેશ સમગ્ર ગુજરાતના દરેક ગામોમાં પેનલ એડવોકેટ અને પેરા લીગલ વોલીટીયર્સની ટીમ દ્વારા તબકકાવાર વખત જઈ લોકોને તેઓના કાનૂની અધિકારોથી જાગૃત કરવાનો છે,
ગત તા. ૦ર/૧૦/૨૦૨૧ થી તા.૨૫/૧૦/૨૦૨૧ સુધીમાં ગામે ગામ જઈ ડોર ટુ ડોર કેમ્પેઈન કરી આજ સુધી પ્રથમ તબકકામાં તમામ ૧૮,૫૪૧ ગામડા તથા બીજા તબક્કાના ૪,૫૫૫ ગામડા ફરી કુલ ર,૨૧,૪૫,૯૭૦ લાભાર્થીઓનો લોક સંપર્ક કરવામાં આવ્યો છે. જેમને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવવામાં આવ્યા છે. તેમજ આ સમય દરમ્યાન ૧૧,૪૧૩ કાનૂની શિક્ષણ શિબિરો, ૧૦,૬૯૮ ગામડાઓમાં યોજી ૧૪,૪૫,૭૦૫ લાખાર્થીઓને કાનૂની પ્રશિક્ષણ પુરૂ પાડવામાં આવ્યું છે. તેમજ ૩૪૭ મોબાઈલ વાનનો ઉપયોગ કરી સમગ્ર રાજયમાં ૭,૪૭૪ ગામડા ફરી ૬૦,૮૨,૮૮૫ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવવામાં આવ્યા છે. ૭૦૩ લીગલ એઈડ ક્લીનીકમાં ૭૩૯ કાનૂની જાગૃતિ યોજી ૨,૫૪,૫૩૦ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવવામાં આવ્યા છે.
વધુમાં ફેસબુક, યુ ટ્યુબ, રેડીયો જેવા માધ્યમોની મદદથી ૬૬૦ જાગૃતિ કાર્યક્રમો યોજી ૩,૦૧,૧૪,૪૩૮ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવવામાં આવ્યા છે. તેમજ વિવિધ જિલ્લાઓમાં મેગા લીગલ સર્વિસીસ કેમ્પ, એક્ઝીબીશન, રેલી, સ્ટોલ વિગેરેનું આયોજન કરી ૨૮૪ પ્રોગ્રામ યોજી ૨૧,૪૬,૯૩૯ લોકોને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવવામાં આવ્યા છે. આમ કુલ ૩૭૩૭ જેટલા વિવિધ કાર્યક્રમો યોજી રાજયના તમામ ગામડાઓમાં ફરી મહત્તમ લાભાર્થીઓને મફત અને સક્ષમ કાનૂની સહાયતાની ઉપલબ્ધતા બાબતે અવગત કરાવવામાં આવ્યા છે. તમામ નાગરિકોને કોઈપણ પ્રકારના કાનૂની પ્રશ્ન, કાનૂની મુંઝવણ, કાનૂની સહાય કે કાનૂની સલાહ માટે નજીકના કાનૂની સેવા સંસ્થાનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here