શહેરા તાલુકાના અણીયાદ રોડ પરથી પશુ ભરેલ આઇસર ટેમ્પો ગ્રામજનોએ ઝડપી પાડી શહેરા પોલીસને હવાલે કર્યો…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

ટેમ્પો ચાલક સહિત અન્ય એક ઈસમ ભાગી છૂટ્યો

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના અણીયાદ રોડ પર આવેલ જે.બી. હોસ્પિટલ પાસે પશુ ભરેલ આઇસર ટેમ્પોને ગ્રામજનોએ પકડી પાડ્યો હોવાની માહિતી શહેરા પોલીસને મળતા શહેરા પોલીસે અણીયાદ ગામે આવેલ જે.બી. હોસ્પિટલ પાસે પહોંચી ગ્રામજનો પકડેલ આઇસર ટેમ્પો નંબર જીજે ૨૧ વી ૦૭૧૮ માં તપાસ કરતા ડાલામાં ઘાસચારા કે પાણીની સગવડ કર્યા વિના ખીચોખીચ રીતે બાંધેલ ૫ ગાયો તેમજ ૨ વાછરડા અને ૧ વાછરડી ભરેલ નજરે પડતા પોલીસે ૮ જેટલા પશુઓ જેની કિંમત રૂ.૭૦,૦૦૦ અને ટેમ્પોની કિંમત રૂ.૪,૦૦,૦૦૦ મળી કુલ ૪,૭૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી પશુઓને ગોધરા જીવદયા પાંજરાપોળમાં મોકલી દેવાયા હતા,જોકે આઇસર ટેમ્પો ચાલક સહિત અન્ય એક ઈસમ ભાગી છૂટ્યો હતો. ભાગી છુટેલ બંને આરોપી સામે પશુધારાનો ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here