શહેરા તાલુકાના ઉંડારા તરફ જતા રસ્તા પરથી ટેમ્પામાં ભરેલ પીપળામાં છુપાવીને લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે લુણાવાડા તરફથી એક ૪૦૭ ટેમ્પો નંબર જીજે ૦૯ વી ૧૫૨૦ માં ગેલ્વેનાઈઝ પીપળા ભરેલ છે, જેમાંથી કેટલાક પીપળામાં વિદેશીનો જથ્થો છુપાવીને શહેરા તરફ જવાનો છે, આ અંગેની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉંડારા ગામ તરફ જવાના નાકા પર નાકાબંધી કરતા ટેમ્પો નંબર જીજે ૯ વી ૧૫૨૦ આવતા તેને ઉભો રાખી ટેમ્પોની પાછળ ભરેલ ગેલ્વેનાઈઝ પીપળામાં તપાસ કરતા કેટલાક પીપળામાંથી વિદેશી દારૂની ૩૯૬૦ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂ.૪,૦૯,૨૦૦ અને ૧૪ પીપળા તેમજ ટેમ્પો સહિત રૂ.૭,૫૪,૨૦૦ ના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક દાહોદ જિલ્લાના સંજેલીનો દિપક તાજસીંગ ચારેલને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો સંજેલી ગામ નજીક રહેતા દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચાચકપુરના ઉપેન્દ્ર કાળુભાઈ ભેદીએ ભરી આપ્યો હોવાનું અને ટુવા ફાટક પાસે આ વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું, જેથી ઝડપાયેલ ટેમ્પો ચાલક દિપક તાજસીંગ ચારેલ અને વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર ઉપેન્દ્ર કાળુભાઈ ભેદી આ બંને સામે શહેરા પોલીસ મથકે પ્રોહીએક્ટ મુજબનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here