વાંકાનેર ભોજપરા બસ સ્ટેન્ડ પાસે વગર વરસાદે વહેતું પાણી !!

વાંકાનેર,(મોરબી)
આરીફ દીવાન

“રાહદારીઓ અને વાહનચાલકો માટે અકસ્માત નો ભય”

વાંકાનેર – મોરબી નેશનલ હાઈવે પર આવેલા ભોજપરા બસ સ્ટેશન પાસે સર્વિસ રોડ પર સતત પાણી વગર વરસાદે તલાવડા ની જેમ રોડ રસ્તા પર ફરી વળ્યું છે જેથી તે વિસ્તારમાં અન્ય ગ્રામ્ય વિસ્તાર તરફ જતા વાહનો રાહદારીઓ સહિતના અવન જવર કરતા વ્યક્તિઓને આ ભોજપરા પાસેના સર્વિસ રોડ માં ખાડા ખબડા હોવાથી અને સતત વહેતા પાણીથી અકસ્માતનો સતત ગંભીર ભય રહ્યો છે રોડ સેફટી વિભાગ અને સ્થાનિક સરકારી કર્મચારીઓ જિલ્લા કક્ષાના અધિકારીઓ વિગેરે આ માર્ગ પરથી અવારનવાર પસાર થતા હોવા છતાં ભોજપરા બસ સ્ટેશન પાસેના સર્વિસ રોડ જ્યાંથી અન્ય ગામો અને ગ્રામ્ય વિસ્તારોમાં જવા માટે નો માર્ગ પડી રહ્યો છે જ્યાં સતત વાહનોની અવરજવર હોય ત્યાં જ તંત્રએ આંખ આડા કાન કર્યા હોય તેમ કે વાંકાનેર મોરબી હાઇવે પરના ભોજપરા બસ સ્ટેશન પાસેના સર્વિસ રોડ પર કોઈ મોટું અકસ્માત જનક ઘટના ઘટે તે પહેલા જ તંત્ર વાહકો તે વિસ્તારના માર્ગ અને મરામત કરી અને વગર વરસાદે વહેતા પાણીને અટકાવે તેવી લાગણી અને માંગણી ગ્રામ્ય વિસ્તારના રાહદારીઓ વાહનચાલકોની ઉઠવા પામી છે જે ભોજપરા બસ સ્ટેશનની નજીક જ થાન ચોકડી આવેલ છે જ્યાં પણ સતત રાત-દિવસ વાહનો ની અવર જવર છે એ માર્ગ પણ ભાંગીને ભુક્કો થઈ જતા ટુ વ્હીલર થી લઈ ઇમરજન્સી 108 જેવી એમ્બ્યુલન્સને પસાર થવું ઘણું શિરદર્દ જનક બન્યું છે જે અંગે વિકાસલક્ષી સરકાર અને જિલ્લા કક્ષાના સરકારી બાબુઓ ફરજ ના ભાગે પ્રજાલક્ષી કાર્ય કરે તે આજના આધુનિક યુગમાં યોગ્ય લાગણી અને માગણી રહી છે જે તસવીરમાં ભાંગીને ભૂકો થયેલો માર્ગ અને સર્વિસ રોડ વહેતું પાણી તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here