કાલોલની ધી એમ.જી.એસ હાઇસ્કુલ ખાતે ગ્લોબલ વોર્મિંગ અંગેનો કાર્યક્ર્મ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ધી એમ.જી.એસ હાઇસ્કુલ, કાલોલ ખાતે બુધવાર ના રોજ લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના કાર્યકારી પ્રમુખ તેમજ ગોધરાના ખ્યાતનામ સ્ત્રીરોગ નિષ્ણાત એવા ડૉ. સુજાત વલી ના પ્રમુખ સ્થાને ગ્લોબલ વોર્મિંગ અંગેનો કાર્યક્રમ થયો હતો.આ કાર્યક્રમમાં ડૉ. સુજાત વલી એ અંદાજે ૫૦૦ જેટલા બાળાકોને ગ્લોબલ વોર્મિંગ શું છે અને તેને અટકાવવા માટે શું કરી શકાય તેની વિસ્તૃત માહિતી આપી.આ ઉપરાંત તારીખ: ૦૬/૦૨/૨૦૨૩ નાં રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્લોબલ વોર્મિંગ પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. તેમના વિજેતાને પણ ડૉ. સુજાત વલી ના હસ્તે પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવેલ હતું.આ સમગ્ર કાર્યક્રમ દ્વારા બાળકોમાં કે જે આ સૃષ્ટિના ભવિષ્ય છે. તેમને હવાનું પ્રદુષણ ઘટાડી ગ્લોબલ વોર્મિંગથી બચાવવામાં ઉપાયોની માહિતી કેળવી.અત્રે નોંધનીય છે કે, લોક વિજ્ઞાન કેન્દ્ર કે જે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા કાર્યરત છે, જે પંચમહાલ જિલ્લાના પ્રજાજનોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિષે જાગૃતિ આવે તે અર્થે સતત પ્રવૃત્તિ દ્વારા કાર્ય કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here