વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામે સ્વતંત્ર દિન નિમિત્તે તિરંગાને સલામી અપાઇ

વાંકાનેર,(મોરબી)
આરીફ દિવાન

સાથે-સાથે ભૂકંપગ્રસ્તો સ્વ. ને શ્રદ્ધાંજલિ બે મિનિટ મૌન રાખીને આપવામાં આવી હતી

વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ ખાતે સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા તેમજ તેમની બોડી માં ચૂંટાયેલા સભ્યો સદસ્યોએ વાંકાનેર લુણસરીયા ગામ ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે તિરંગાને સલામી આપી હતી અને આજ રોજ તા.૨૬-૧-૨૦૨૧ માં ભૂકંપને 20 વર્ષ થયા તેમાં સ્વ ને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં હતી આ કાર્યક્રમ દરમ્યાન ગણતંત્ર દિન નિમિત્તે વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામમળ ખાતે કોરોના વાયરસ અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ સાથે સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરપંચ શ્રી જયેન્દ્રસિંહ ઝાલા સહિત ચુટાયેલા સભ્યો અને શાળાના આચાર્ય હરીયાણી મંગળ દાસ તેમજ આચાર્યશ્રી શિલ્પાબેન ગોંડલીયા સહિત સમગ્ર ગામજનો સહિતનાઓએ ગણતંત્ર દિન નિમિત્તે હાજરી આપી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી સાથે સાથે 19 વર્ષ પહેલા આવેલા ભૂકંપ ના કારણે મૃત્યુ પામેલા સર્વે સમાજના લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને છેલ્લા બે વરસથી સરપંચ જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા દીકરી દીકરો એક સમાન તે રીતે દર વર્ષે દીકરીઓને પુરસ્કાર શિલ્ડ અને રોકડ રૂપિયા 1000 પુરસ્કાર રૂપિયા આપી રહ્યા છે તેમાં આ વર્ષે ૧૯ દીકરી ઓ ને શિલ્ડ સાથે એક હજાર રૂપિયા પુરસ્કાર આપી કુરિવાજોને નષ્ટ નાબૂદ કરવા અને સ્વચ્છતા અભિયાન સાથે આજના આધુનિક ટેકનોલોજી યુગમાં ભ્રુણ હત્યા અટકે તેવા વહાલી દીકરી સન્માન કાર્યક્રમ છેલ્લા બે વર્ષ થયાં લુણસરીયા ગામ ના સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે જે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here