વાંકાનેરના કેરાળા ગામે વિકાસ લક્ષી કામોને વેગ આપતી ચૂંટાયેલી બોડી

વાંકાનેર,(મોરબી)

વાંકાનેર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં સરકારની યોજનાનો લાભ લોકોને મળી રહે તેવા હેતુથી કેરાળાના ચુટાયેલા સંભ્યો દ્વારા જુદી જુદી યોજનાઓ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારને પણ વિકાસ નો લાભ આપવામાં આવ્યો હોય તેમ સમગ્ર કેરાળા ના વોર્ડ નંબર ૧ થી ૮ માં સ્ટ્રીટ લાયટ પાણી સહિત પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટે ચૂંટાયેલ સમગ્ર બોડી ના સભ્યો તેમજ સરપંચ શ્રી અને ઉપ સરપંચ વિગેરે ન્યાય સમિતિ ચેરમેન તલાટી મંત્રી સહિતના વિકાસ લક્ષી કાર્ય ને વેગ આપવામાં સફળ રહ્યા હોય તેમ કેરાળા ગામ ખાતે દરેક વોડૅ માં સ્ટ્રીટલાઇટો આરસીસી માર્ગ તેમજ ભુગર્ભ પાણીની લાઈન કોઝવે સહિત વિકાસ ના કામો હાથ ધરાયા છે આશરે ૨૯૦૦ ની વસતી ધરાવતું વાકાનેર કેરાળા ગામ મા વોર્ડ નંબર 1 થી 8 આવેલા છે તેમાં ઉપસરપંચ ઈસ્માઈલભાઈ મહેસાણીયા સભ્યશ્રી મદીના બેન બાદી સોલંકી ન્યાય સમિતિના ચેરમેન નીતિન કુમાર સોલંકી સરોજબેન એમ. વાડલીયા મુમતાજ બેન માથુકિયા હફીઝાબેન એ. શાહ મદાર. મેરાભાઈ. સજરુદીનભાઈ સભ્યઓ સહિતની ટીમ વોર્ડ નંબર 1 થી 8 સુધી ના વિકાસ લક્ષી કાર્યો માં સર્વે સભ્યોની સહમતી અને પ્રજા હિત કાર્યમાં તત્પર રહી સરકાર શ્રી ની ગ્રાન્ટ ગ્રામ્ય વિસ્તારના વિકાસ અર્થે વાપરવામાં આવી છે જેમાં તાલુકા આયોજન ની ગ્રાન્ટ માંથી પાણી ની પાઈપ લાઈન તેમજ એક્ટિવિટી માં ભૂગર્ભ ગટર 14 માં નાણાપંચ માં સીસી રોડ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોઝવે જેવા વિકાસ લક્ષી કાર્યો કરી કેરાળા ગામના ગ્રામ્ય વિસ્તારના લોકોને પ્રાથમિક પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સમગ્ર બોડી માં સરપંચ ઉપસરપંચ સભ્યો અને ન્યાય સમિતિના ચેરમેન સહિત સમગ્ર બોડી એ પ્રજાહિત કાર્યમાં સહમતિ સાથે સહયોગ થી વિકાસ લક્ષી કાર્યને વેગ આપ્યો છે જેમાં સરપંચ શ્રી નજરુદિન ભાઈ બાદી સહિત ની બોડી એ પ્રજાલક્ષી પ્રજા વિકાસ કાર્યમાં તત્પર રહી પ્રજાના પ્રતિનિધિ તરીકેની આગવી ઓળખ આપી છે જેમાં વિકાસલક્ષી કાર્યો પ્રજાહિત કાર્ય માટે આવનારા દિવસોમાં પણ અન્ય વિકાસ લક્ષી કાર્યો માટે બોડી ના સભ્યો અને ગામજનો ના સહયોગથી વાંકાનેર નુ કેરાળા ગામ માં વિકાસ માં લાભ મતદાર પ્રજા ને આપવા માટે સમગ્ર ચૂંટાયેલ બોડી ની ટીમ ખરા પ્રજાના પ્રતિનિધિ તરીકે તત્પર રહી છે જેમાં તલાટી મંત્રી ઈસ્માઈલભાઈ પરાસરા અને સરપંચ નજરુદિન ભાઈ બદી તસવીરમાં નજરે પડે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here