બુટલેગરનો અજીબો-ગરીબ કીમીયો… થ્રેસર મશીનમાંથી ઇંગ્લિશ દારૂ સહિત ૧૩ લાખનો મુદામાલ ઝડપાયો…

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

ગુજરાત મા દારૂ બંધી હોવા છતાં દારૂની ની હેરાફેરી કરતી ટોળકી ને છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના કલારાણી ગામે બાતમીના આધારે છોટાઉદેપુર જિલ્લા પોલીસે સપાટો બોલાવતા ટ્રેક્ટર ની ટોલી માં થ્રેસર મશીન અંદર ચોરખાનું બનાવીને કવાટ થી બોડેલી તરફ આવતું ટ્રેક્ટર પોલીસે ઝડપી પાડયું હતું અને એમાં બે બેસેલા ઇસમોને અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી મળતી માહિતી મુજબ ઈંગ્લીશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની દારૂની બોટલો પ્રેશરમાં ભરીને લઈ જતા હતા જુદા જુદા બ્રાન્ડની દારૂ ની બોટલ ૨૩૨૦ નંગ જેની કિંમત કુલ મુદ્દામાલ સાથે ૧૩ લાખ ૬૬ હજાર ૨૪૦ રૂપિયા ના મુદ્દામાલ સાથે છોટાઉદેપુર પોલીસે જપ્ત કર્યો હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here