શહેરા પોલીસ ઇન્સ્પેકટર દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે કસ્બા વિસ્તારમા મિટિંગનું આયોજન

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

શહેરા પોલીસ ઇન્સ્પેકટર શ્રી નકુમ સાહેબની અધ્યક્ષતામા ઉત્તરાયણપર્વની ઉજવણીના ભાગરૂપે શહેરા કસ્બા વિસ્તારમા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં શહેરા પોલીસ ઇન્સ્પેકટર શ્રી નકુમ સાહેબે જણાવ્યું હતું કે કોરોના જેવી મહામારીથી બચવા સાવચેતી એક માત્ર વિકલ્પ છે અને WHO એ પણ આ માનવભક્ષી વૈશ્વિક મહામારીથી રક્ષણ મેળવવા સામાજિક અંતર રાખવા અને માસ્ક પહેરવાના નિર્દેશો આપ્યા છે. માટે આવનાર મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે દરેક નાગરિકોએ એટલે કે માનવ જીવોએ પોતાની અને પોતાના ઘર પરિવારની રક્ષા જાતે જ કરવાની છે માટે ઉતરાયણના દિવસે પતંગ ઉડાવવા કે પછી અન્ય કોઈ પણ ઉજવણી માટે ધાબા પર શક્ય હોય એટલા ઓછા વ્યક્તિઓએ ભેગા થવું તેમજ પોતાના પરિવારના સભ્યો સાથે સરકારશ્રીના નિર્દેશો મુજબ ઉતરાયણ પર્વની ઉજવણી કરવી.

ઉતરાયણના શુભ પર્વએ કોઈ પણ માનવ જીવ સાથે અશુભ અને અઘટિત બનાવ ના બને એવા હેતુને ધ્યાને રાખી શહેરા પોલીસ પ્રસાશને ધાબા પર વધારે પ્રમાણમાં લોકો ભેગા ના થાય તે માટે સમાજના આગેવાનો અને વડીલો સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો અને મીટીંગમાં હાજર લોકોએ પણ પોલીસ પ્રસાશનની વાતને માન્ય રાખી ઉતરાયણના દિવસે સરકારશ્રીની ગાઈડ લાઈનનું પાલન કરવા તેમજ કરાવવાની બાહેધારી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here