વડોદરા : ડભોઇ તાલુકાના મોતીપુરામાં રમાઈ રહેલી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સરકાર ઇલેવન ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો 220 જેટલી ટીમો મેદાને ઉતરી હતી

બોડેલી,(છોટાઉદેપુર) આરીફ પઠાણ :-

નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છોટાઉદેપુર લોકસભાના લોક પ્રિય સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપા ના પ્રમુખ રશ્મિકાંત વસાવા તથા મહામંત્રી રાજેશ વડેલી ડભોઇ ધારાસભ્ય શૈલેષસોટા અને અન્ય મોટા નેતાઓએ પણ હાજરી આપી હતી. અને ક્રિકેટરો નો ઉત્સાહ વધાર્યો હતો.
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા ના મોતીપુરા માં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન ૧૭/૧૦/૨૦૨૧ થી કરવામાં આવ્યું હતું એમાં ખાસ છોટાઉદેપુર જિલ્લાના લઘુમતી મોરચાના પ્રમુખ મકસુદ ભાઇ ના વરદ હસ્તે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં લગભગ ૨૨૦ જેટલી ટીમો એ ભાગ લીધો હતો. આ નાઈટ ટુર્નામેન્ટ માં ખરાખરીનો જંગ જામ્યો હતો પરંતુ આ ભારે રસાકસી વાળી ટુર્નામેન્ટમાં લઘુમતીમોરચાના પ્રમુખ મકસુદ ભાઇ નીટીમ સરકાર ઇલેવન ને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પ્રવેશ કરતાંની સાથે એમનાં દર્શકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

નાઈટ ટુર્નામેન્ટ માં ભાગ લેનારી ટીમો.
રાજપીપળા
વાઘોડિયા
રૂસ્તમપુરા
તાંદલજા વડોદરા
ફાઈટર ડભોઇ
કિસ્મત. ડભોઇ
આ ટીમોએ ભાગ લીધો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here