ગોધરા નગરની ધી.ઇકબાલ યુનિયન હાઈસ્કૂલમાં શિક્ષકદિન ઉજવાયો….

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ dr સર્વપલ્લી રાધાકૃષણન્ ના જન્મદિનના યાદમાં શિક્ષકદિન ઉજવવામાં આવે છે. ગોધરા શહેરની નામાંકીત શાળા ધી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલમાં ખૂબ ઉત્સાહ સાથે શિક્ષકદિન ઉજવવામાં આવ્યો હતો, શાળમાં આજે 100 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા ભજવી અલગ અલગ વર્ગોમાં જઈ શિક્ષણ આપ્યું હતું. શાળા શરૂ થતાની સાથે નવા નિમાયેલ શિક્ષકો સમયસર શાળામાં આવી પહોંચ્યા હતા અને શાળાના આચાર્ય શ્રી સાદિક શેખ સાહેબે તેમજ સુપર વાઈઝર શ્રી આર આર પટેલ સાહેબ તેમજ આબીદ ચાંદા સાહેબે ગુલાબનું ફૂલ આપી આજના શિક્ષકોનું સ્વાગત કર્યું હતું. ધોરણ 10 – E na વિદ્યાર્થી બોકડા આમિરે આચાર્યની ભૂમિકા ભજવી હતી જયારે મામજી લૂકમાંન સુપર વાઈઝર બન્યા હતા જયારે ઉચ્ચતર માધ્યમિકમાં કાલું આદિલે સુપર વાઈઝર ની ભૂમિકા ભજવી હતી..અંતમાં વિદ્યાર્થી શિક્ષકોએ આજ રોજ વર્ગોમાં શિક્ષણ આપતી વખતે જે અનુભવો રહ્યા એ વિશે પોત પોતાના અભિપ્રાયો આપી શિક્ષકોનું આપના ધડતરમાં શું મહત્વ છે એ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા… અંતમાં શાળાના ઉત્સાહી ,કર્મવીર આચાર્ય શ્રી સાદીક શેખ સાહેબે આજ રોજ બનેલ તમામ શિક્ષકોને સારું શિક્ષણ આપવા બદલ અભિનંદન આપ્યા હતા. સાથે સાથે શિક્ષકદિન ના પ્રોગ્રામ નું સમગ્ર આયોજન કરનાર શિક્ષકો કાસિમ દોલતી, બશીર સાહેબ, શોએબ યાયમન,બઅનીસ ઉમર્જી, ઇકબાલ શિંધી, શાહબાઝ પઠાણ,સૈયદ સાહેબ , શોએબ મામજી,શાળાના શિક્ષક તેમજ સામાજિક કાર્યકર્તા ખાલિદ દાવ તેમજ સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here