કાલોલ તાલુકાના બાકરોલ રોડ પર રેલ્વેફાટક નજીક ખેડુતના ગાયોનાં તબેલા પર હિંસક પ્રાણીનો હુમલો

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

કાલોલ બાકરોલગામના ખેડુતના તબેલા પર રાત્રીના સમયે હિંસક પ્રાણીએ હુમલો કરી એક ગાયને ફાડી ખાધી

કાલોલ બાકરોલ ગામમાં પહેલી વાર દિપડાના સંકેત મળતાં ગામનાં રહીશો બન્યા ભયભીત

કાલોલ તાલુકાના બાકરોલગામના એક ખેડુત કાલોલ-બાકરોલ રોડ પરના રેલ્વેટ્રેકનાં થોડાં અંતરમાં આવેલ ખેડુત પશુપાલકના તબેલામાં અંદાજીત નાનાં મોટાં કુલ ૫૦ જેટલાં પશુ છે. બાકરોલ ગામનાં ખેડૂત પશુપાલક પશુનું પાલન કરી રોજનાં બે ટંકનું ૧૦૦ લીટર જેટલું દુધનું વેચાણ કરી પોતાના ઘરનું પોષણ કરતાં હતાં. પરંતુ જ્યારે આવાં દુધાળા પશુના પાલકો પર અચાનક આપતી આવી પડતાં ખેડુત હતાસ થઈ ગયાં હતાં. એવું જ કાંઈક બાકરોલ ગામનાં સીમમાં રહેતા એક ખેડુતના તબેલા પર ૫૦ થી વધું ગાયોનું પાલન પોષણ કરતાં પશુપાલકના તબેલા પર ગત રાત્રીએ અચાનક હિંસક પ્રાણીએ દિવાલની છંલાગ મારી તબેલા માં નજીકમાં બાંધેલી ગાયો પર તરાફ મારી હતી. હિંસક પ્રાણીએ ગાય પર હુમલો કરી ગાયનાં શરીરનાં આગળના ભાગે બચકું ભર્યું હતું. આવા આદમખોર હિંસક પ્રાણીએ શરીરનાં ભાગને ફાંસી ખાધો હતો. વહેલી સવારે પશુપાલક તબેલા માં જતાં ગાયને મુત હાલતમાં જોયું તો હિંસક પ્રાણીએ હુમલો કર્યો હોય તેવું જણાતાં પશુપાલક એ ફોરેસ્ટ વિભાગને જણાવ્યું હતું. ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલીક ખેડુત પશુપાલક ના તબેલા પર પહોંચી પુષ્ટિ કરી હતી.ફોરેસ્ટ વિભાગની પુષ્ટિમાં નજીક નાં ખેતરમાં જોવાં મળતાં પગેરૂં દિપડાના હોવાનું જણાવતાં નજીકના લોકોમાં ભયનો માહોલ છવાયો ગયો હતો. જ્યારે હિંસક પ્રાણીનો શિકાર બનેલ ગાય દુધાળી હોય અને એક ટંકનું અંદાજીત ૧૫ લીટર દૂધ આપતી હોવાનું જણાવ્યું હતું. જેથી હિંસક પ્રાણીના વિકારથી પશુપાલક ની આવક પર ફટકો પડતાં પશુપાલક હતાશ થઈ ગયા હતાં. જ્યારે આસપાસના વિસ્તારમાં પણ પહેલી વાર દિપડાના સંકેત જણાતાં નજીકના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here