વડાપ્રધાન મોદી યુપીએની કોંગ્રેસ સરકારે બનાવેલા RTI અને મનરેગાના કાયદા ધોળીને પી ગયા : રાજ્યસભા સાંસદ જયરામ રમેશ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આમ આદમીની મુશ્કેલીઓ વધી રહી છે તેઓને ન્યાય અપાવવા માટે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા– ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ

ભારત જોડો ન્યાય યાત્રા આજરોજ નર્મદા જિલ્લામાં આવી પહોંચતા રાજપીપળા પાસેના કુંવરપરા ગામ ખાતે કોંગ્રેસના આગેવાનોએ પત્રકારો સાથે વાર્તાલાપ કર્યો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સહિત ગુજરાતની રાજ્ય સરકાર ઉપર કોંગ્રેસના આગેવાનોએ ગંભીર આરોપો લગાવ્યા હતા.

પત્રકાર પરિષદમાં રાજ્ય સભાના સાંસદ જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે આજે દેશમાં માહિતી માંગવાના અધિકાર ના કાયદા હેઠળ માહિતી પ્રદાન કરવામાં આવતી નથી !! ગરીબોને રોજગારી મળી રહે એ માટે મનરેગાની યોજના યુપીએ ની કોંગ્રેસ સરકારે અમલમાં બનાવી પરંતુ આ યોજનામાં યોગ્ય કામગીરીઓ અને યોગ્ય નાણાકીય ફાળવણી કરવામાં ન આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાયદાઓને ધોળી ને પી ગયા હોવાનો ગંભીર આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે લગાવ્યો હતો.

જ્યારે બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાને જનતામાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે ઠેર ઠેર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે જે માટે તેઓએ જનતાનો આભાર માન્યો હતો, અને ભાજપા સરકાર ઉપર આરોપો મઢતા જણાવ્યું હતું કે ભાજપા સરકારના શાસનમાં કેટલાક મુઠ્ઠીભર લોકો માલામાલ થઈ રહ્યા છે, અને ગુજરાતની જનતા બરબાદ થઈ રહી છે, દેશના આમ આદમી ની મુશ્કેલીઓ વધી રહી છે, જેમને ન્યાય અપાવવા માટે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા કાઢી દેશની જનતાનો અવાજ સાંભળવા તેમના પ્રશ્નો સાંભળવા અને તેઓને ન્યાય અપાવવા આ યાત્રા કાઢી હોવાનો શક્તિસિંહ ગોહિલ જણાવ્યું હતું.

રાહુલ ગાંધીએ નર્મદા જિલ્લામાં એક નિવૃત્ત સૈનિક ની વેદના સાંભળી હતી, સરદાર સરોવર નર્મદા ડેમના વિસ્થાપિતો સાથે ચર્ચા વિમર્શ કર્યા નો શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. સરદાર પટેલ નો સ્ટેચ્યુ બનાવાય છે અને એમના નામે બનેલા સ્ટેડિયમ માંથી સરદાર પટેલ નું નામ કાઢી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નામે સ્ટેડિયમ નું નામાધિકરણ કરવામાં આવે છે !! જે સરદાર પટેલ સાથે અન્યાયરૂપ હોવાનુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

આદિવાસીઓની નર્મદા જિલ્લામાં ગુજરાતમાં અનેક સમસ્યાઓ છે રાજપીપળા ના વેપારી મંડળે પોતાને ઇ ડી તરફથી ધમકી મળતી હોવાની અને સરકારે અમલી બનાવેલા ટેક્સો દ્વારા પોતાને ભારે હેરાનગતિ થતી હોવાની રજૂઆત રાહુલ ગાંધી સમક્ષ કરી હોવાનું પણ શક્તિસિંહ ગોહિલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. ગુજરાતી જનતાનો પ્રેમ અને સમર્થન રાહુલ ગાંધી સાથે હોવાનો શક્તિસિંહ ગોહિલે દાવો કર્યો હતો .

પત્રકાર પરિષદમાં આદિવાસી સમાજના પ્રશ્નો ઉપર રાહુલ ગાંધીએ તેમની ગુજરાતની યાત્રા દરમિયાન વિશેષ ધ્યાન આપ્યું હોવાનું અને આદિવાસીઓના પ્રશ્નોથી અવગત થયા હતા . જેમકે આદિવાસીઓને જંગલની જમીનના અધિકારો, ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત જમીનો આદિવાસી વિસ્તારોમાંથી સંપાદન કરવામાં આવે છે ત્યારે એ જમીનોના ઓછા વળતર ચૂકવાય છે શહેરી વિસ્તારોમાં થી જે જમીનો સંપાદિત થાય છે તેના રૂપિયા 3000 સ્ક્વેર મીટર પ્રમાણેનું વળતર ચૂકવાય છે જ્યારે આદિવાસી વિસ્તારોમાં વળતર પેટે માત્ર 170 રૂપિયા સ્ક્વેર મીટર દીઠ ચૂકવતા આદિવાસી વિસ્તારોમાં સરકાર અન્યાય રૂપ કામગીરી કરતી હોવાનું પણ ઘટસ્ફોટ કરાયો હતો. વિવિધ યોજનાઓમાં અસરગ્રસ્તોના વિસ્થાપનના પ્રશ્નો ઘણા આદિવાસીઓ તેમના જીવનમાં ચાર ચાર વાર વિસ્થાપિત થયા હોવાના પણ આરોપો પત્રકાર પરિષદમાં સરકાર ઉપર લગાવવામાં આવ્યા હતા. આદિવાસીના શિક્ષણના પ્રશ્નો, તેમના ડ્રોપ આઉટ ના પ્રશ્નો, બાળ મજૂરો ,કુપોષણના પ્રશ્નો
નર્મદા અને દાહોદ જિલ્લામાં ખૂબ જ વિશેષ પ્રમાણમાં હોવાનો પત્રકાર પરિષદમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here