રાષ્ટ્રીય સ્તરે યોજનાર ફર્સ્ટ ગ્રાન્ટ પ્રિકસ ટુર્નામેન્ટમાં સંખેડાના આદિત્ય ચૌહાણની પસંદગી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રેસલીંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ફર્સ્ટ ગ્રાન્ટ પ્રિકસ અન્ડર ૧૫ ટુર્નામેન્ટમાં ડી.બી.પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડા માં અભ્યાસ કરતા ચૌહાણ આદિત્ય યોગેન્દ્રભાઈ ની પસંદગી કરવામાં આવી રાષ્ટ્રીય કક્ષાની રાજી ઝારખંડ ખાતે આયોજિત કુસ્તી સ્પર્ધામાં આઠમા ક્રમ ઉપર રહી શેઠ પ્રદર્શનના આધારે ફર્સ્ટ ગ્રાન્ટ પ્રિકસ અન્ડર ૧૫ રાષ્ટ્ર કક્ષાની ટુર્નામેન્ટમાં પસંદગી પામતા તારીખ ૨૯/ ૧૦/ ૨૦૨૨ થી ૩૧/૧૦/૨૦૨૨ સુધી નંદિની નગર ગોડા ઉત્તર પ્રદેશ ખાતે ભાગ લેશે આમ પોતાનામાં રહેલ શ્રેષ્ઠાતા ને પરિણામે માતા-પિતા સમાજ અને સંખેડા ગામ નું નામ રોશન કરનાર ચૌહાણ આદિત્યને સંખેડા સાર્વજનિક એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ પરિમલ સાહ મંત્રી સજયકુમાર દેસાઈ ઉપ પ્રમુખ કનુભાઇ સમગ્ર કેળવણી મંડળ શાખાના આચાર્ય ચિરાગ શાહ પ્રાથમિક વિભાગના આચાર્યા હીનાબેન દરજી તેમજ સમગ્ર શાળા પરિવાર જિલ્લા રમતગમત અધિકારી અમરસિંહ રાઠવા જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી દિનેશ ભીલ કુસ્તી કોચ અલ્પેશ બારોટ ખોખો કોચ દશરથ પરમાર વ્યવસાય શિક્ષક મુકેશ પરમાર તેમજ શિક્ષક ગન ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here