રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે ખત્રી વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ ના આદર્શો વિશે આચાર્યશ્રી યુ.વાય .ટપલા દ્વારા ચર્ચા કરવામાં આવી

બોડેલી,(છોટાઉદેપુર) એસ વી ચારણ :-

સ્વામી વિવેકાનંદના સમગ્ર વિશ્વને સહિષ્ણુતા,ઐક્ય,વિશ્વ બંધુતા વગેરે સીંદ્ધાંતો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા સાથે સાથે આજરોજ તમામ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થી ના પરિવાર વ્યસન મુક્ત રહે તેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા શાળાના શિક્ષિકા મેડમ શ્રીમતી એસ.આઈ તુરાબ દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. સાથે સોશિયલ ડિસ્ટન્સ અને કોવિડ19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાગે સ્વામી વિવેકાનંદના આદર્શો નું પાલન કરે,તેઓ ની શારીરિક, માનસિક શક્તિઓ નો વિકાસ થાય,તેઓ ની વિચારધારા થી પ્રેરાય તે હેતુથી રમતગમતની પ્રવૃત્તિઓ ખેલદિલીપૂર્વક રમે અને જીવનમાં ખેલદિલીની ભાવના આવે તે શાળામાં અલગ-અલગ રમતોનું આયોજન કરી રમતોત્સવ દ્વારા સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોને શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઉજાગર કરવામાં આવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here