સિદ્ધપુર નગરપાલિકા દ્વારા પવિત્ર સરસ્વતી નદીની સાફ સફાઈ કરી શ્રીસ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતીની ઉજવણી કરાઇ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

આજ રોજ ૧૨મી જાન્યુઆરી ૨૦૨૨ને બુધવારના દિવસે ભારત ભૂમિના યુગપુરુષ કરોડો યુવાનોના આદર્શ એવા શ્રીસ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિના પાવન દિવસને ભારત સરકાર દ્વારા યુવા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે ત્યારે ધાર્મિક નગરી સિધ્ધપુરની પાવન ધરા પર નગરપાલીકા દ્વારા શહેરની અસ્મિતાનું પ્રતીક માતા સરસ્વતિ નદી કિનારે ઐતિહાસિક માધુપાવાડિયા ઘાટથી સ્વયંભુ શ્રી વાલકેશ્વર મહાદેવ સુધીના ઉભા પટમાં સાફ સફાઈ તેમજ નગરના વિવિધ રાજમાર્ગો,સોસાયટી વિસ્તાર, મોહોલાઓ અને શેરીઓ સહિત જાહેર સ્મારકોમાં સાફસફાઈ કરી જંતુ નાશક દવાનો છંટકાવકરી ઉજવવામાં આવ્યો છે ચાલુસાલે કોરોના વાયરાની ત્રીજી લહેરને ધ્યાને રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈનને અનુસરી કોઈ જાહેર કર્યક્રમ ના કરી માતા સરસ્વતિ નદીના પટમાં ઉગી ગયેલા આકડિયા, બાવળિયા તેમજ જંગલી ઝાડી ઝાંખરા અને પ્લાસ્ટિક મુક્ત કરી નદીના પટને દર્શનીય બનાવાયો હતો આ નદી સફાઈના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૃપાબેન આચાર્ય,સી.ઓ.જીતેન્દ્રભાઇ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધર્મેન્દ્રભાઇ ઠાકર,આયોજન કમિટીના ચેરમેન રશ્મિનભાઇ દવે અને આ વિસ્તારના જાગૃત કોર્પોરેટર ચિરાગભાઈ શુકલાંના માર્ગદર્શન હેઠળ ફાયર ફાયટર વિભાગના બલસારાભાઇ અને તેમની ટીમ દ્વારા પવિત્ર સરસ્વતી નદીના પટમા થયેલ ગંદકીને દૂર કરી સુંદર કામગીરી કરી શ્રીસ્વામી વિવેકાનંદજીને શ્રદ્ધાંજલી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here