રાષ્ટ્રીય તંબાકુ નિયંત્રણ અંતર્ગત સ્મોક ફ્રી વિલેજના હેતુથી ફેઇથ ફાઉન્ડેશન દ્વારા તિલકવાડાં ખાતે વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

ફેઈથ ફાઉન્ડેશન વ્યસન મુક્તિ તથા તંબાકુ નિયંત્રણ ક્ષેત્રમાં 15 વર્ષથી કાર્યરત છે

ભારત દેશની 70℅ વસ્તીએ ગ્રામ્ય સમુદાયની છે આથી ભારત દેશને તંબાકુ મુક્ત કરવા માટે ગામડાઓમાં ધ્યાન કેન્દ્રિત કરવું આવશ્યક છે ભારત દેશમાં દર વર્ષે તંબાકુના સેવનથી 13.5 લાખ લોકો મૃત્યુ પામે છે જેમાં ધુમ્રપાન અને પરોક્ષ ધૂમ્રપાનના સેવનના કારણે અંદજીત 10 લાખ લોકો મૃત્યુ પામે છે આથી આજ રોજ જિલ્લા તંબાકુ નિયંત્રણ સેલ – નર્મદા તથા ફેઈથ ફાઉન્ડેશન દ્વારા તિલકવાડાં ખાતે સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટનસિંગનું ધ્યાન રાખી ને વર્કશોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તિલકવાડાં તાલુકાના તલાટીઓને સ્મોક ફ્રી ગ્રામ પંચાયત કરવા અંગેની માહિતી આપવામાં આવી તિલકવાડાં તાલુકા વિકાસ અધિકારી રમેશભાઈ બરજોડ ની ઉપસ્થિતિ માં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તિલકવાડાં તાલુકાના ગામડાઓ ને સ્મોક ફ્રિ કરવાના ઉદેશ્ય થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યો આ કાર્યક્રમ ના માધ્યમથી તિલકવાડાં તાલુકાના 41 ગ્રામ પંચાયતને સ્મોક ફ્રી ગ્રામ પંચાયત જાહેર કરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી,
વર્કશોપ કાર્યક્રમ અંતર્ગત ગામડાઓ માં COTPA 2003 કલમ 4 મુજબ જાહેર જગ્યા પર ધૂમ્રપાન પ્રતિબંધનું પાલન થાય અને કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દંડનીય કાર્યવાહી કરવા અંગે ચર્ચા કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here