કાલોલ તાલુકાના ખંડોળી ગામે જાતિ વિષયક અપમાન કરી માર મારતા એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકાના ખંડોળી ગામના નિશાળ ફળિયા પાસે ગુરુવારે રાત્રિના ૦૮:૩૦ કલાકે મીનાબેન રમેશભાઈ તથા રમેશભાઈ કાળુભાઈ વણકર એમ બંને પતિ પત્ની મોટરસાયકલ લઇને પસાર થતા હતા ત્યારે નિશાળ વાળા ફળિયા પાસે એક ફોરવીલ ગાડી ઉભી હતી જે હટાવવાનું કહેતા રંગીતભાઈ રમેશભાઈ રાઠોડે મીનાબેનને ગંદી ગાળો બોલી જાતિ વિષયક અપમાન કરી જમણા ગાલે લાફો મારી દેતા તેણીના પતિ રમેશભાઈ કાળુભાઈ કહેવા જતા રમેશભાઈને ખેંચીને મોટરસાઇકલ પરથી નીચે પડી દઈ હાથના મુક્કા થી રમેશભાઈના છાતીના ભાગે ગેબી માર મારી ઇજાઓ કરી ધક્કો મારતા ડાબા પગના ઘૂંટણ ના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. રંગીતભાઈ રાઠોડે આજે તો બચી ગયા છો હવે પછી મારું નામ લેશો તો જીવતા નહીં છોડુ તેવી જાનથી મારી નાખવાની પણ ધમકી આપતા મીનાબેન રમેશભાઈ વણકરે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાલોલ પોલીસે મારામારી ,કરવા જાનથી મારી નાખવાની ધમકી આપવા, જાતિ વિષયક અપમાન કરવા બદલ એટ્રોસિટી એક્ટ ની જુદી જુદી કલમો હેઠળ રંગીતભાઈ રમેશભાઈ રાઠોડ રે રણછોડપૂરા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો જેની તપાસ નાયબ પોલીસ અધિક્ષક ગોધરા (એસસી.એસટી.સેલ ) એસ. ડી રાઠોડ દ્વારા શરૂ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here