રાજપીપળા નગરના પ્રવેશ દ્વારે જ સ્વચ્છતાના ઉડતા ધજાગરા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વિજય ચોક કાલાઘોડાના પશુ દવાખાનાની કમ્પાઉન્ડ વોલ ઉપર નગરપાલિકાએ લખેલા સ્વચ્છતા ના સૂત્રોચારો ફારસરૂપ

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વડાપ્રધાનના આગમન ટાણે પણ રાજપીપળા નગરપાલિકાની અવદસા જવાબદાર કોણ..???

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓક્ટોબર સરદાર પટેલ ની જન્મ જયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અર્થે આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળા ના પ્રવેશ દ્વાર ઉપર જ ઠેર ઠેર ગંદકીના ઢગ ફેલાયેલા જોવા મળી રહ્યા છે. સ્વચ્છતાના જાણે કે ધજાગરા ઉડતા હોય એમ રાજપીપળા નું પ્રવેશ દ્વારા જ ચાડી ખાઈ રહ્યું છે.અને સરકારી તંત્ર ની પોલ ખોલી રહ્યુ છે.

ભરૂચ અંકલેશ્વર અને વડોદરા તરફથી રાજપીપળામાં પ્રવેશતા જ વિજય ચોક કાલાઘોડા નું સર્કલ આવે છે એની પાસે આવેલી પશુ દવાખાનાની સરકારી કમ્પાઉન્ડ વોલ ઉપર રાજપીપળા નગરપાલિકા દ્વારા સ્વચ્છતાના સૂત્રોચારો સુંદર રીતે કંડારવામાં આવ્યા છે પરંતુ એ દીવાલની પાસે જ ગંદકી અને કચરાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે, ત્યારે સ્વચ્છતા અંગે ઠેર ઠેર જાહેરાતો કરવામાં આવી રહી છે, સમગ્ર નર્મદા જિલ્લા ની સરકારી કચેરીઓ સહિત અન્ય વિસ્તારોમાં સ્વચ્છતાના અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ની જ સ્વચ્છતા અંગેની દયનીય હાલત માટે જવાબદાર કોણ છે????

જિલ્લા વહીવટી તંત્ર પોતાની વાહ વાહીમાં અને વડાપ્રધાનના આગમનને આવકારવામાં લાગ્યું છે, ત્યારે રાજપીપળા ની જનતા ઠેર ઠેર ફેલાયેલી ગંદકી અને અસ્વચ્છતાથી ત્રાહિમામ પોકારી ગઈ છે, રાજપીપળા નગર ની અવદસા અને રાજપીપળા નગરની અવગણના તમામ ક્ષેત્રોમાં થતા રાજપીપળા નગર સાથે અર્માયા વર્તન રાખવામાં આવતો હોય એમ રાજપીપળા ની જનતા ને લાગી રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત માટે અને નીલકંઠધામ મંદિર પોઇચા દર્શનાર્થે દરરોજ હજારો પ્રવાસીઓ નર્મદા જિલ્લામાં આવે છે ત્યારે રાજપીપળા નગરના પ્રવેશદારે જ આ ગંદકીના ઢગ પ્રવાસીઓમાં કઈ જાતની છાપ ઉપસાવતા હશે એ તો પ્રવાસીઓ જ જાણે આ મામલે સરકારી તંત્ર શહીત રાજપીપળા નગરપાલિકાએ ગંભીરતાથી સાફ-સફાઈ પ્રત્યે અને સ્વચ્છતા પ્રત્યે ધ્યાન રાખવાની હાલ મા તાંતી જરૂરિયાત વર્તાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here