સ્ટુડન્ટ યુવા ફેસ્ટિવલ મખદુમ હાઇસ્કુલ ખાતે બેકવેલ બીસ્કીટ્સ પ્રા લિ ના માલિક ર‌ઇસભાઇ સુથારના અધ્યક્ષ સ્થાને યોજાયો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

તા.13 અને ૧૪ જાન્યુઆરી એમ બે દિવસ ચાલેલ ચોથો સ્ટુડન્ટ યુવા ફેસ્ટિવલ મખદુમ હાઇસ્કુલ ખાતે બેકવેલ બીસ્કીટ્સ પ્રા લિ ના માલિક ર‌ઇસભાઇ સુથાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો જેમાં 20 શાળાઓ 2000 થી વધુ વિદ્યાથીઓ એ ભાગ લીધો.
મોબાઇલ અને ટીવી છોડી ને બાળકો ને મેદાન માં રમતા કરવા, બાળકો માં ખેલદીલી ની ભાવના પેદા કરવા, બાળકો નો આત્મવિશ્વાસ મજબૂત કરવા ખૂબ જ જહેમત થી યુવા ગ્રુપે સતત ચોથી વાર 16 રમતો સાથે યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલ નું આયોજન કરેલ જેનું ઉદઘાન મોડાસા ના જાણીતા બિલ્ડર અબ્દુલ રહેમાન દાદુ અને ડૉ. શેહઝાદ કાઝી ના વરદ હસ્તે કરવા માં આવ્યું અને ફ્લેગ હોસ્ટિંગ જાણીતા ફીઝીશીયન ડૉ. જમીલ ભાઈ ખાનજી એ કર્યું
અતિથી વિશેષ તરીકે જનાબ મોહંમદ હુશેન ભૂરા (મિલન ડેકોરેશન) ગુલામ રસુલ (બાબુભાઇ) ખાલક(સીમુન બેક એન્ડ કેક) તેમજ સલીમ ભાઇ દાદુ (દાદુ જનરલ), આસીફ ભાઇ મેઘરેજી અને તૌસીફ સુરતી હાજર રહ્યા
વિજેતા વિધાર્થીઓ નું સન્માન સમારોહ ના મહેમાનો અને યુવાગ્રુપ ના સભ્યો એ કર્યું. યુવા સ્ટુડન્ટ ફેસ્ટિવલ ના કન્વીનર અમ્મારભાઇ શેઠે આભાર વિધી કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here