નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર તાલુકાના નાની રાવલ ગામે ભારત સંકલ્પ યાત્રા પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

ગરૂડેશ્વર, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ

સરકાર ની વિવિધ યોજનાનાબલાભાર્થીઓ ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે તેમની સફળતાની કહાની

નર્મદા જિલ્લામાં પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ ભારત યાત્રા સોમવારે બપોરે ગરુડેશ્વર તાલુકામાં નાની રાવલ ગામે પહોંચી હતી. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ અને પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી આ યાત્રામાં સહભાગી બન્યા હતા. પ્રજાકલ્યાણની ૧૭ જેટલી યોજનાઓનો લાભ અને માહિતી લઇને પહોંચેલા રથ સાથે અધિકારીઓનું ગ્રામજનો દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકાના અગ્રણી રાકેશભાઈ તડવીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનો સમક્ષ સ્પષ્ટ કર્યો હતો. સરકારની યોજનાનો પોતે લાભ લીધા બાદ પાડોશીને કેવી રીતે સહકાર આપી યોજનાથી લાભાન્વિત કરી શકાય તેની ઉદાહરણો સાથે સમજ આપી હતી. કાર્યક્રમમાં ગામના સખી મંડળની બહેનોએ વસુધૈવ કુટુંબકમની ભાવનાને ઉજાગર કરતા ધરતી કરે પુકાર નુક્કડ નાટક થકી ગ્રામજનોને અનોખો સંદેશો પાઠવ્યો હતો.

સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓ અંગેનું ફિલ્મ નિદર્શન રથના માધ્યમથી કરવામાં આવ્યું હતું. સાથે સરકારની યોજનાઓ જેવીકે કસ્તુરબા પોષણ સહાય યોજના, પૂર્ણાશક્તિ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, કિશાન સમ્માન નિધિ તેમજ મિશન મંગલમ જૂથ સહાય યોજનાના લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની”ના સ્વરૂપે યોજનાકીય લાભોની પ્રસ્તુતિ કરી હતી.

આ કાર્યક્રમ વેળાં સરકારની આભા કાર્ડ, આયુષ્માન કાર્ડ સહિત વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામમાં જલજીવન મિશનના ઉત્કૃષ્ક કાર્ય માટે પ્રમાણપત્ર તેમજ અભિલેખા પત્ર સરપંચ અને તલાટીને આપવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ડાયરાના કલાકારોએ ગ્રામજનો સમક્ષ સરકારની વિવિધ યોજનાઓની જાણકારી સાથેની મનોરંજક પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમના સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયેલા સ્ટોલના માધ્યમથી ગામલોકોને આરોગ્ય લક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી હતી. તેમજ આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી વાનગીઓનું નિદર્શન કરી મિલેટ્સ ધાન્યોને પોતાના જીવનમાં આહારનો ભાગ બનાવવા ગામલોકોને અપીલ કહી હતી.

નાની રાવલ ગામે યોજાયેલા કાર્યક્રમમાં ગરૂડેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ માકતાભાઈ વસાવા, ગામના સરપંચ શ્રીમતી સરિતાબેન તડવી, ગરૂડેશ્વર મામલતદાર મનિષભાઈ ભોય, તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઈ વસાવા સહિત ચૂંટાયેલા સભ્યો, યોજનાના લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here