રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન સેવા બંધ હોવાને કારણે બાળકો હેરાન…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નું કેહવુ છે કે સરકાર તાત્કાલિક ધોરણે મધ્યાહન ભોજન સેવા શરૂ કરે

કોરોના ના કારણે શાળાઓ બંધ હતી કોરોના ના કેશ માં ઘટાડો થતા શાળાઓ પુન શરૂ થઈ ગઈ છે પરંતુ સરકારી શાળા માં અભ્યાસ કરતા બાળકો ની વ્યથા છે કે મધ્યાહન ભોજન કેમ બંધ ધોરાજી ની દરેક સરકારી શાળા ઓ માં મધ્યાહન ભોજન ના રસોડા છે ભોજન બનાવવા ની પૂરતી વ્યવસ્થા છે વાસણ છે પરંતુ હાલ માં મધ્યાહન ભોજન યોજના બંધ છે શાળામાં મધ્યાહન ભોજન ના રસોડા ને તાળા છે વાસણો ધૂળ ખાઈ રહ્યા છે ધોરાજી ની સરકારી શાળા ન 3 જે પછાત ગણાતા વિસ્તાર માં આવેલ છે અહી મજૂર વર્ગ ના લોકો ના બાળકો અભ્યાસ અર્થે આવે છે ત્યારે મધ્યાહન ભોજન સેવા બંધ હોવાને કારણે બાળકો ને શાળા ની બહાર થી જમવા નું લઈ આવવા મજબૂર બનવું પડ્યું છે ધોરાજી ની સરકારી શાળાઓ માં મધ્યાહન ભોજન સેવા બંધ હોવાની અસર શાળામાં અભ્યાસ કરતા બાળકો. ની સંખ્યા પર પણ પડી છે શાળા માં જમવાનું. ન મળતા બાળકો ની હાજરી પણ પાખી જોવા મળી રહી છે શાળા નંબર 3 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નું કહેવું છે કે તેઓ ગરીબ અને પછાત વિસ્તાર માથી અભ્યાસ અર્થે આવે છે તેઓ ના માતા પિતા મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે ત્યારે સવાર માં મજૂરી કામ માટે માતા પિતા ચાલ્યા જાય છે ત્યારે રિસેસ ના સમયે જમવા નું મળી શકતું નથી અને ભૂખ્યા રહેવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here