કાલોલ શહેર સહિત જિલ્લાભરમાં રમઝાન માસનો પ્રારંભ થતાં મુસ્લીમ બિરાદરો ઈબાદતમાં લીન થયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

સમગ્ર દેશભરમાં મુસ્લીમ સમુદાયના પ્રવિત્ર તહેવાર એવા રમઝાન માસનો પ્રારંભ થયો હતો અને મસ્જિદોમાં માનવ મહેરામણ સાથે સમગ્ર વિશ્વમાં રમઝાન માસનો પ્રારંભ થઇ ચૂક્યો છે સમગ્ર વિશ્વની મસ્જિદો નમાઝીઓથી છલોછલ ભરાઈ જાય છે ત્યારે કાલોલ શહેરમાં પણ તારીખ ૨૪-૩-૨૦૨૩ ને શુક્રવાર ના રોજથી પવિત્ર રમઝાન મહીના નો પ્રારંભ થઈ ચુકયો છે. ત્યારે કાલોલ શહેર ની દરેક મસ્જીદોમાં નમાઝી ભાઇઓથી ખીચોખીચ ભરાઇ જતાં મસ્જિદો ની રોનક માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રોઝા નમાઝ ઝકાત ફીતરા ની ખુશુશી પાબંધી સાથે રમઝાનુલ મુબારક નું આગમન થઈ ગયું છે.દરેક મુસલમાન કમર કસીને રબ ના દરબાર માં ઇબાદત કરવામાં લાગી જાય છે રાજ્ય મા હાલ ભારે ગરમી પડી રહી છે.ત્યારે આવી આકરી ગરમીમાં રોઝાદારોની અગ્નિ પરીક્ષા શરૂ થઇ ગઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here