ખેલ મહાકુંભ – ૨૦૨૧-૨૨ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.૧૫મી માર્ચથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત આઈકોનીક ઈવેન્ટ તરીકે જાહેર કરાયેલા આ વર્ષના ખેલ મહાકુંભ અંતર્ગત આવતીકાલે ૧૪ માર્ચથી ખેલ મહાકુંભ સ્પર્ધાનો શાળા અને ગ્રામ્ય કક્ષાએ પ્રારંભ થઇ રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં પણ તબક્કાવાર ખેલ મહાકુંભની સ્પર્ધાઓ જુદા જુદા વયજુથમાં તા. ૧૫મી માર્ચથી શરૂ થશે. સીધી જિલ્લા કક્ષાએ યોજાનાર રમતોની માહિતી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની અખબારી યાદીમાં આપવામાં આવી છે, જે અનુસાર ૧૫મી માર્ચના રોજ એમ એન્ડ એમ મહેતા હાઇસ્કૂલ ખાતે તમામ વયજુથના ભાઈઓ/બહેનો માટે સ્કેટિંગની સ્પર્ધા, તા.૧૬મી માર્ચનાં રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ, ગોધરા ખાતે તમામ વયજુથના ભાઈઓ/બહેનોની ટેબલ ટેનિસ સ્પર્ધા અને તા. ૧૭મી માર્ચના રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ગોધરા ખાતે ભાઈઓ/બહેનોની બેડમિન્ટન સ્પર્ધા, તા. ૨૧મી માર્ચના રોજ તમામ વયજુથના ભાઈઓ/બહેનો માટે જીમખાના, ગોધરા ખાતે લોન ટેનિસ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ ગોધરા ખાતે તમામ વયજુથની બહેનો અને અન્ડર-૧૪ ભાઈઓની ફુટબોલ સ્પર્ધા અને તમામ વયજૂથનાં ભાઈ-બહેનોની જુડો સ્પર્ધા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે યોજાશે. તા. ૨૨ માર્ચનાં રોજ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તમામ વયજુથના ભાઈઓ/બહેનોની બાસ્કેટબોલ, અન્ડર-૧૭ ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા, ડોન બાસ્કો હાઇસ્કુલ, નારુંકોટ ખાતે તમામ વયજુથનાં ભાઈઓ/બહેનો માટેની હોકી અને વી.એન. હાઇસ્કુલ, હાલોલ ખાતે કુસ્તીની સ્પર્ધા યોજાશે. તા. ૨૩ માર્ચનાં રોજ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગોધરા ખાતે તમામ વયજૂથનાં ભાઈઓ-બહેનો માટે સ્વિમિંગ અને કરાટેની સ્પર્ધા, ઓપન વયજુથ ભાઈઓ માટે ફૂટબોલ અને શૂટિંગ ઓપનની સ્પર્ધા યોજાશે. હેન્ડબોલની સ્પર્ધા તા. ૨૪ માર્ચનાં રોજ ધી નવજીવન હાઈસ્કૂલ ખાતે આરચરીની સ્પર્ધા તા. ૨૫ માર્ચનાં રોજ શ્રીજી આશ્રમશાળા ઘોઘમ્બા ખાતે યોજાશે. આ તમામ સ્પર્ધાઓ સવારના ૦૮.૩૦ કલાકથી શરૂ થશે તેમ જિલ્લા રમતગમત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here