“નેશનલ ડી વોર્મિંગ ડે” ની નર્મદા જીલ્લાની આંગણવાડીઓ-શાળાઓમાં કરાશે ઉજવણી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદા જિલ્લામાં તમામ લોકોને આરોગ્ય સુવિધાની પૂરતી ઉપલબ્ધિ થાય અને સરકારશ્રીની વિવિધ યોજનાઓનો પણ પુરતા પ્રમાણમાં લોકોને લાભ મળી રહે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ સમયાંતરે ખાસ ઝૂંબેશ અથવા ખાસ દિવસોની ઉજવણી પણ કરવામાં આવે છે. પ્રતિવર્ષ તારીખ ૧૦ મીથી ૧૭ ફેબ્રુઆરી -૨૦૨૩ને “રાષ્ટ્રીય કૃમિ નાશક દિન” તરીકે ઉજવણી કરવામાં આવે છે. નર્મદા જિલ્લામાં પણ તેની ઉજવણી કરવામાં આવનાર છે.
                નર્મદા જિલ્લામાં થનારી ઉજવણીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તા.૧૦ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ ૧ વર્ષથી ૫ વર્ષના બાળકોને ક્રુમીની દવા દરેક આંગણવાડી કેન્દ્રો પર ખવડાવવામાં આવશે. ૬ વર્ષથી ૧૯ વર્ષના બળકોને ક્રુમીની દવા શાળાઓમાં ખવડાવવામાં આવશે. શાળાએ ન જતા અને નોંધાયેલા ન હોય તેવા બાળકોને પણ આંગણવાડી કેન્દ્ર પર આ દવા આપવામાં આવશે.

આલ્બેન્ડાઝોલ ચાવવાની દવા બળકો માટે સુરક્ષીત દવા છે. આ દવા દરેક આંગણવાડી અને શાળામાં આરોગ્ય કર્મચારી અને શિક્ષકોના નિરીક્ષણ હેઠળ આપવામાં આવશે. જેથી જિલ્લાના દરેક બાળકોને નજીકની શાળા/ આંગણવાડી પર લઈ જઈને કૃમિ નાશક દવા ખવડાવી બાળકો ને કૃમિ ની બીમારી સામે રક્ષણ આપવા જીલ્લા આરોગ્ય વિભાગ સજજ બન્યુ છે. 

કૃમિ રોગ એ બાળકો માટે ખુબજ ગંભીર બીમારી

1) કૃમીના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ હાનિકારક અસર થાય છે. જેવી કે લોહીની ઉણપ, પાંડુરોગ, કુપોષણ, ભૂખ ન લાગવી, બેચેની, પેટમાં દુઃખાવો, ઝાડા ઉલટી, વજન ઓછુ થવુ જેવા લક્ષણો જોવા મળે છે.

2) આલ્બેન્ડાઝોલ દવા લેવાથી બાળકોમાં જોવા મળતી લોહીની ઉણપમાં અને પોષણ સ્તરમાં સુધારો થાય છે. કૃમિની દવા લેવાથી બાળકોની ગ્રહણશક્તિમા સુધારો થાય છે. વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જન સમુદાયને પણ લાભ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here