વાંકાનેર પાસે આવેલ વઘાસિયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે સેમીનાર યોજાયો

વાંકાનેર,(મોરબી)
આરીફ દિવાન

વઘાસિયા ટોલ પ્લાઝા ની ટીમ દ્વારા મહિકા ગામ ખાતે આવેલ જીનીયસ સ્કુલ ખાતે રોડ સલામતી અંગે માર્ગદર્શન આપતો સેમિનાર યોજાયો. જેમાં બાળકો ને રોજિંદા જીવન માં થતી ભૂલો ના કારણે માર્ગ અકસ્માત નો શિકાર બને છે તેમજ રોડ પર‌ લાગેલા સાઈન બોર્ડ ની જાણકારી નો લોકો માં અભાવ જોવા મળે છે તેમજ રોજીંદા જીવનમાં લોકો દ્વારા શું શું ‌ભુલો કરવામાં આવે છે તેમજ સડક સુરક્ષા ને સાર્થક કરવા શું પગલાં લેવા તે અંગે ફોટા બતાવી વીદ્યાર્થીઓ ને સમજાવવા માં આવ્યું હતું.જેમાં ટોલ પ્લાઝા મેનેજર શ્રી દત્તાત્રેય સાત્પુતે, ઇન્સીડેન્ટ ઓફીસર તેજસભાઇ છાટબાર,‌ રેનીશભાઇ જાફરાણી તેમજ ટીમ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પર નાના-મોટા અકસ્માતો થાય છે પરંતુ લોકો પાસે હેલ્પલાઇન નંબર ન હોવાથી તેમજ ચાર્જ ભરવાના ડર થી કોઈ જાણ કરતું નથી, આથી શાળા ના બાળકો ને સમજાવાયું હતું કે નેશનલ હાઇવે પર વાંકાનેર બાઉન્ટરી થી ગારામોર સુધી ના ૭૨ કીલોમીટર સુધી માં કોઈ પણ સ્થળે અકસ્માત થાય, વાહન બ્રેક ડાઉન થાય, વાહન માં ઈન્ધણ પુરૂ થાય અથવા નેશનલ હાઇવે પર અન્ય કોઈ પણ પ્રકારની અડચણ‌ જણાય તો રૂટ પેટ્રોલીંગ ટીમ, એમ્બ્યુલન્સ ટીમ દ્વારા વીના મુલ્યે સેવા આપવામાં આવે છે. જેના માટે હાઇવે હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર ૧૦૩૩ પર સંપર્ક કરી શકાય છે. તેમજ હાઇવે પર અમુક અંતરે ઈસીબી (ઇલેક્ટ્રોનિક કોલ બોક્સ ) લાગેલા હોય છે જે કંટ્રોલ રૂમ સાથે સંકડાયેલ હોય છે તેનો ઉપયોગ કરવા સમજાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here