મોરબી વાંકાનેર ડેમો ટ્રેન હજુ લોક ડાઉનમાં !!! મજુર મતદારોને અવર-જવર માટે ભારે હાલાકી…

મોરબી
આરીફ દિવાન

મોરબી શહેર જિલ્લામાં વિકાસ માત્ર કાગળ પર થયો હોય તેમ મોટાભાગના મતદાર પ્રજા જનો મહેસૂસ કરી રહ્યા છે જેમાં ખાસ કરી મજૂર વર્ગના લોકોને રોજીરોટી માટે મોરબી વાંકાનેર ડેમો ટ્રેન ના માધ્યમથી મોરબી પંથકના સિરામિક ફેક્ટરી કારખાના માં મજુરી માટે આશીર્વાદરૂપ સમાન હોય જે મોટાભાગનું લોક ડાઉન ખુલ્યા બાદ પણ મજૂરોની ડેમો ટ્રેન હજુ લોક ડાઉન માં લોક થઇ જતા મજુર મતદાર પ્રજાને ભારે હાલાકી પડી રહી છે અને અન્ય સરકારી કર્મચારીઓ ને પણ અપ ડાઉન કરવા માટે હાલાકી પડી રહી છે. જ્યારે ઉદ્યોગ નગરી એવા મોરબી શહેરને જિલ્લા નું પ્રમોશન મળ્યા બાદ પણ ગામડાથી બદતર પરિસ્થિતિમાં મૂકાયું હોય તેમ મોરબી પંથકની મતદાર પ્રજા ને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખવામાં આવી હોય તેમ હાલ વિકાસલક્ષી સરકાર ના વિકાસ માં મોરબી નો વિકાસ માત્ર કાગળ પર થતો હોય તેવું મતદાર પ્રજા અનુભવી રહી છે તે વાતને કોઈ શંકાને સ્થાન નથી.!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here