નર્મદા જિલ્લામાં જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલ અસંગઠિત શ્રમયોગીઓની “ઇ-શ્રમ” પોર્ટલ ઉપર મહત્તમ નોંધણી થાય તે સુનિશ્વિત કરવા જિલ્લા કલેકટર ડી.એ.શાહનો લાયઝન-અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ

રાજપીપળા,*નર્મદા) આશિક પઠાણ :-

“ઇ-શ્રમ” નોંધણીના ઝીણવટભર્યા આયોજન સાથે કામગીરી પરિણામલક્ષી બની રહે તે અંગે જિલ્લા કલેક્ટર નું અમલીકરણ અધિકારીઓને ઉપયોગી માર્ગદર્શન

જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષપદે અસંગઠિત શ્રમયોગીઓના ‘‘ઈ-શ્રમ” (NDUW) કાર્ડ યોજનાના અમલીકરણ અંગે યોજાયેલી બેઠક

નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહના અધ્યક્ષપદે ગઈકાલે રાજપીપલા કલેકટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે સરકાર ના અસંગઠિત શ્રમયોગીઓના ‘‘ઈ-શ્રમ” (NDUW) કાર્ડ યોજનાના અમલીકરણ સંદર્ભે યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લામાં જુદા જુદા ક્ષેત્રો સાથે સંકળાયેલ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને અને લાયઝન અધિકારીશ્રીઓને સોપાયેલી જવાબદારી સુપેરે પાર પડે અને અસંગઠિત શ્રમયોગીઓની મહત્તમ નોંધણી થાય તે સુનિશ્વિત કરવા જિલ્લા કલેકટરશ્રી શાહે અમલીકરણ અધિકારીઓને ખાસ અનુરોધ કર્યો છે.

જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ, પ્રાંત અધિકારી કે.ડી.ભગત અને દિપકભાઈ બારીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજશભાઇ ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણ, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારી ઓ, જિલ્લા શ્રમ અધિકારી સહિતના સંબંધિત લાયઝન અધિકારી ઓ અને વિવિધ અમલીકરણ અધિકારી ઓની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકને સંબોધતા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આંગણવાડી, આશાવર્કરો તથા આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ અને અન્ય સંલગ્ન શ્રમયોગીઓ, મનરેગા તથા સેલ્ફ હેલ્પ ગૃપ સાથે સંકળાયેલ શ્રમયોગી, સહકારી મંડળી, APMC, દુધ મંડળી સાથે સંકળાયેલ શ્રમયોગીઓ, બાંધકામ ક્ષેત્ર, મધ્યાન ભોજન, પંચાયત વિસ્તારમાં કામ કરતા ખેત શ્રમિકો, ખાનગી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ તેમજ રિક્ષાચાલકો-ટેક્ષી ચાલકો, મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ તેમજ અગ્રતા પ્રાપ્ત પરિવારોનું રેશનકાર્ડ ધરાવતા હોય તેવા શ્રમયોગીઓની નોંધણી તથા ફેરિયા, રેસ્ટોરન્ટ, હોટલ, દુકાનો, લારી-ગલ્લા, વાણિજ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલ લઘુ વેપારીઓ, ફળ અને શાકભાજી સાથે સંકળાયેલ વેપારીઓ તેમજ દુકાન માલિકો, વર્કશોપના માલિકો, મીલના માલિકો રોજગાર સાથે સંકળાયેલા તેમજ સ્વ-એજન્ટો લઘુ વેપારીઓ અને અન્ય લઘુ વેપારીઓ હેઠળના અસંગઠિત શ્રમિકોની નોંધણી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત થાય તે માટે ઝીણવટભર્યા આયોજન સાથે પરિણામલક્ષી કામગીરી થાય તે જોવા ઉપયોગી માર્ગદર્શન સાથે જરૂરી સુચનાઓ આપી હતી. DLE, TLE અને VLE એ જિલ્લા વિકાસ અધિકારી ની સુચના અનુસાર જરૂરી કામગીરી થાય તે જોવા તેમણે વધુમાં ઉમેર્યુ હતુ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઇ-શ્રમ નોંધણી માટેની લાયકાતમાં અસંગઠિત શ્રમિકોની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ અને તેઓ EPFO/ ESIC ના સભ્ય ન હોય અને આવક વેરો ચૂકવતા ન હોવા જોઇએ. “ઇ-શ્રમિક” પોર્ટલ ઉપર નોંધણી માટે આધાર નંબર, મોબાઇલ નંબર (આધારમાં લિંક હોય તે ) અને બેંક એકાઉન્ટ નંબર IFSC કોડ સાથેના દસ્તાવેજોના આધારે મોબાઇલ નંબર પરથી “www.eshram.gov.in” પર જઇને જાતે નોંધણી કરી શકાશે. તદઉપરાંત, નજીકના કોમન સર્વિસ સેન્ટર પર કે ઇ-ગ્રામ સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકાશે અને વિનામૂલ્યે શ્રમિક કાર્ડ (UAN) મળવાપાત્ર છે. આ નોંધણી કરાવનાર શ્રમિકો માટે આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ. ૨ લાખની સહાય અને આંશિક અપંગતાના કિસ્સામાં ૧ વર્ષ માટે રૂ.૧ લાખની સહાયના લાભો મળવાપાત્ર છે.

અધિકારી ઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેકટરે આંગણવાડી, આશાવર્કરો તથા આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ અને અન્ય સંલગ્ન શ્રમયોગીઓ, મનરેગા તથા સેલ્ફ હેલ્પ ગૃપ સાથે સંકળાયેલ શ્રમયોગી, સહકારી મંડળી, APMC, દુધ મંડળી સાથે સંકળાયેલ શ્રમયોગીઓ, બાંધકામ ક્ષેત્ર, મધ્યાન ભોજન, પંચાયત વિસ્તારમાં કામ કરતા ખેત શ્રમિકો, ખાનગી ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલ તેમજ રિક્ષાચાલકો-ટેક્ષી ચાલકો, મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલ તેમજ અગ્રતા પ્રાપ્ત પરિવારોનું રેશનકાર્ડ ધરાવતા હોય તેવા શ્રમયોગીઓની નોંધણી તથા ફેરિયા, રેસ્ટોરન્ટ, હોટલ, દુકાનો, લારી-ગલ્લા, વાણિજ્ય સંસ્થાઓ સાથે સંકળાયેલ લઘુ વેપારીઓ, ફળ અને શાકભાજી સાથે સંકળાયેલ વેપારીઓ તેમજ દુકાન માલિકો, વર્કશોપના માલિકો, મીલના માલિકો રોજગાર સાથે સંકળાયેલા તેમજ સ્વ-એજન્ટો લઘુ વેપારીઓ અને અન્ય લઘુ વેપારીઓ હેઠળના અસંગઠિત શ્રમિકોની નોંધણી કોમન સર્વિસ સેન્ટર (CSC) મારફત થાય તે માટે ઝીણવટભર્યા આયોજન સાથે પરિણામલક્ષી કામગીરી થાય તે જોવા ઉપયોગી માર્ગદર્શન સાથે જરૂરી સુચનાઓ આપી હતી. DLE, TLE અને VLE એ જિલ્લા વિકાસ અધિકારી ની સુચના અનુસાર જરૂરી કામગીરી થાય તે જોવા તેમણે વધુમાં ઉમેર્યુ હતુ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઇ-શ્રમ નોંધણી માટેની લાયકાતમાં અસંગઠિત શ્રમિકોની ઉંમર ૧૬ થી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઇએ અને તેઓ EPFO/ ESIC ના સભ્ય ન હોય અને આવક વેરો ચૂકવતા ન હોવા જોઇએ. “ઇ-શ્રમિક” પોર્ટલ ઉપર નોંધણી માટે આધાર નંબર, મોબાઇલ નંબર (આધારમાં લિંક હોય તે ) અને બેંક એકાઉન્ટ નંબર IFSC કોડ સાથેના દસ્તાવેજોના આધારે મોબાઇલ નંબર પરથી “www.eshram.gov.in” પર જઇને જાતે નોંધણી કરી શકાશે. તદઉપરાંત, નજીકના કોમન સર્વિસ સેન્ટર પર કે ઇ-ગ્રામ સેન્ટર પર જઇને નોંધણી કરાવી શકાશે અને વિનામૂલ્યે શ્રમિક કાર્ડ (UAN) મળવાપાત્ર છે. આ નોંધણી કરાવનાર શ્રમિકો માટે આકસ્મિક મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં એક વર્ષ માટે રૂ. ૨ લાખની સહાય અને આંશિક અપંગતાના કિસ્સામાં ૧ વર્ષ માટે રૂ.૧ લાખની સહાયના લાભો મળવાપાત્ર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here