ગુમ થનાર બહેનનું પરીવાર સાથે મિલન કરાવતી વાંકાનેર સીટી પોલીસ (સી-ટીમ)

વાંકાનેર, (મોરબી) આરીફ દીવાન :-

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રીપાઠી ની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા ના ઓ તથા પોલીસ ઇન્સપેક્ટર પી.ડી.સોલંકી નાઓના માર્ગદર્શન મુજબ બીપરજોય વાવાઝોડા અનુંસધાને જાહેર જનતાને વાવઝોડા અંગે સમજ કરવા સારૂ જણાવેલ હોય. તેમજ હાલે ગુમ અપહરણ અંગે સ્પેશીયલ ડ્રાઇવ હોય જેના આધારે વાંકાનેર સીટી પોસ્ટે ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.વી.કાનાણી નાઓ તથા વાંકાનેર સીટી પોર્સ્ટ ખાતે કાર્યરત સી-ટીમ ના સભ્યો સાથે પી.સી.આર. વાહનમા પેટ્રોલીંગ મા હોય તે દરમ્યાન ફરતા ફરતા વાંકાનેર રેલ્વેસ્ટેશન પાસે આવતા એક અજાણ્યા બહેન જેમની માનસીક હાલત ઠીક ના લાગતા રેલ્વેસ્ટેશન માં આજુ બાજુ માણસો ને પુછ પરછ કરતા તે અજાણ્યા બહેન ને કોઇ ઓળખતુ ન હોય તેમજ તેમની સાથે કોઇ સગાસંબધી મળેલ નથી જેથી પોલીસ સબ ઇસ્પેક્ટર ડી.વી.કાનાણી નાઓ તથા સી-ટીમ ના કર્મચારીઓ તે અજાણ્યા બહેન ને વાંકાનેર સીટી પોસ.સ્ટે ખાતે પી.સી.આર. વાહનમા લઇ આવેલ ત્યાર બાદ તે અજાણ્યા બહેન ને પુછપરછ કરતા તેમના પરિવાર વિશે કોઇ વ્યાજબી માહિતી મળેલ નહી. જેથી પી.સી.આર. ડ્રાઇવર અજયભાઇ ગઢવી તેમજ પી.સી.આર. ઇચાર્જ જયદીપસિંહ રાઠોડ નાઓ એ વોટ્સપ ફોટા મેસેજ દ્વારા મોરબી જીલ્લા ના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા બહેન નો ફોટો મોકલેલ તેમજ મોરબી જીલ્લાની ગુમ અપહરણ યાદી જોતા સદરહુ બહેન ની મોરબી તાલુકા પોસ્ટે ખાતે ગુમસુદા રજી નોંધાયેલ હોય જેથી મોરબી તાલુકા પો.સ્ટેનો સંપર્ક કરતા મોરબી તાલુકા પોસ્ટે બી-પાર્ટ અરજી નં-૭૯/૨૦૨૩ તા-૦૬/૦૬/૨૦૨૩ ના રોજ રજીસ્ટર થયેલ હોય. જે આધારે સદરહુ ગુમ થનાર ના પતિ સુભાષભાઇ સ/ઓ રામાસીંગ ભીલ ઉ.વ.૩૮ રહે. શક્તિ પેકેજીંગ ટીંબડી તા.જી.-મોરબી વાળા ને મોરબી તાલુકા પો.સ્ટેશનથી જાણ કરવામાં આવેલ કે ગુમ થયેલ તેમના પત્ની મળી આવેલ છે તેમજ વાંકાનેર સીટી પો.સ્ટે ખાતે આવવા જણાવેલ ત્યાર બાદ ગુમ થનાર બહેન ના પતિ વાંકાનેર સૌટી પોસ્ટે. ખાતે આવેલ અને સદરહુ બહેન ને ઓળખી બતાવેલ અને સદરહુ ગુમ થનાર બહેન નુ નામ ક્રિષ્નાબહેન વા/ઓ સુભાષભાઇ સ/ઓ રામાસીંગ ભીલ જણાવેલ જેઓને અવાર નવાર માથાનો દુખાવો રહેતો હોય અને માનસીક હાલત ઠીક ના હોય જેથી કોઇ ને કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય વિ.વારનુ નિવેદન લખાવેલ આમ વાંકાનેર સીટી પોર્સ્ટ દ્વારા મળી આવેલ ગુમ થનાર ક્રિષ્નાબહેનને પરીવાર ના સભ્યો સાથે મિલન કરાવવામાં આવેલ

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી પોલીસ ઇન્સ્પેકટર પી.ડી.સોલંકી તથા પોલીસ સબ ઇન્સ. ડી.વી.કાનાણી તથા પી.સી.આર ઇન્ચાર્જ જયદીપસિંહ હરીસિંહ રાઠોડ તથા ડ્રાઇવર અજયભાઇ ગઢવી તથા સી-ટીમ ના કર્મચારીઓ પોલીસ કોન્સ. પરાક્રમસિંહ જાડેજા તથા મહિલા કોન્સ. હિનલબેન કમેજળીયા તથા ઉર્મીલાબેન ચૌહાણ તથા સંગીતાબેન બાબુભાઇ નાઓ જોડાયેલ હતા. જે સમગ્ર તસવીરને નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here