કાલોલ નગરમાં ધોધમાર વરસાદ પડતા ગરમીથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો… જર્જરિત મકાનો પડવાનીની શક્યતા..!!

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં રવિવારે બપોર બાદ મેઘરાજાનું આગમન થતા ગરમીથી ત્રસ્ત નગરજનોને ઘણી મોટી રાહત પહોંચી હતી, કાલોલના નીચાણવાળા વિસ્તારોમાં થોડા જ વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા. શુક્રવારે રાત્રે સિઝનનો પહેલો વરસાદ પડ્યો ત્યારબાદ પુનઃ વરસાદનું આગમન થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જોકે થોડા સમય બાદ વરસાદ થંભી ગયો હતો કાલોલના નીચાણવાળા વિસ્તારો જેવા કે ઇન્દિરા નગર, તળાવ વિસ્તારમા રહેતા લોકો પ્રથમ વરસાદને કારણે ચિંતામા ગરકાવ થઇ ગયા હતા કાલોલમાં જીર્ણ થયેલા મકાનો અંગે નગરપાલિકાએ તેવા મકાન માલિકોને નોટિસ પાઠવેલ છે અને સત્વરે તેવા મકાનો ઉતારી લેવાની તાકીદ કરી છે. તેમ છતાં કેટલાક મકાનમાલિકો હજુ પણ પાલિકાની નોટિસની અવગણના કરી રહ્યા હોય તેવું જણાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here