મોડાસા રૂરલ પોલીસે નેગો-૧૩૮ ના કામે છેલ્લા પાંચ વર્ષથી સજા પડેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

શ્રી વિરેન્દ્દસિહ યાદવ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા શ્રી શૈફાલી બારવાલ પોલીસ અધિક્ષક સા.શ્રી અરવલ્લી મોડાસા તથા શ્રી.કે.જે.ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી. મોડાસા વિભાગ મોડાસા નાઓ ધ્વારા નામદાર કોર્ટમાં કોર્ટ મુદતે હાજર ન રહેતા પકડ વોરંટના આરોપીઓને પકડી નામદાર કોર્ટમાં રજુ કરવાની કામગીરી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપેલ હતી
જે અન્વયે ચીફ.જયુ.ડી.મેજી.ફ.ક. મોડાસા કોર્ટ મોડાસા નાઓના સી.સી. નંબર ૩૮૧/૨૦૧૫ ના કામે પકડ વોરંટ તથા નેગો એકટ કલમ ૧૩૮ મુજબના કામના આરોપી મંગાજી બાલાજી ચૌહાણ રહે.નવા વડવાસા તા.મોડાસા જી.અરવલ્લી નાઓને સજા થયેલ હોય અને પકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ અને સદરી આરોપી અન્ય જગ્યાએ નાસતો ફરતો રહેતો હોય સદરીનું પકડ વોરંટ બજવણી થતી ન હોય અને સદરી આરોપીની ચોકકસ માહિતી આધારે જી.આર.ચૌધરી પોલીસ સબ ઇન્સ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફના માણસોએ સદરી આરોપી મંગાજી બાલાજી ચૌહાણ રહે.નવા વડવાસા તા.મોડાસા જી.અરવલ્લી વાળાને પકડી નામદાર કોર્ટમાં રજુ કરવા તજવીજ કરેલ આમ મોડાસા રૂરલ પોલીસને નેગો ૧૩૮ ના આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી:- મંગાજી બાલાજી ચૌહાણ રહે.નવા વડવાસા તા.મોડાસા જી.અરવલ્લી
કામગીરી કરનાર – (૧) જી.આર.ચૌધરી પોલીસ સબ ઇન્સ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(૨) એએસઆઇ ભરતભાઇ શીભાભાઇ બ.નં ૧૬૧ નોકરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(૩) અહેકો જયેન્દ્દસિહ ભીમસિહ બ.નં ૩૭૮ નોકરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન
(૪) અપોકો રાકેશસિહ બાલુભા બ.નં. ૪૫૨ નોકરી મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here